ગુજરાત(corona virus)ના આ શહેરમાં વેક્સીન લેનારા 236 લોકો પોઝિટિવ, તો વડોદરામાં 2 નવજાત પોઝિટિવ- વાંચો સંપૂર્ણ અહેવાલ

corona virus

સુરત, 02 એપ્રિલઃ ગુજરાતમાં દર કલાકે 100 લોકો સંક્રમિત થઈ રહ્યાં છે. ગુજરાતમાં કોરોના વાયરસ(corona virus)ના નવા 2410 કેસ નોંધાયા છે. ત્યાં બીજી તરફ, મોરવા હડફ વિધાનસભા પેટાચૂંટણીના પ્રચારના આજથી શ્રીગણેશ થશે. એક તરફ વેક્સીનેશન પૂરજોશમાં ચાલી રહ્યું છે, તો બીજી તરફ કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. સુરતમાં 8959 પોઝિટિવ આવનારાઓમાંથી વેક્સીન લેનારા 236 લોકો છે. વેકસીનનો એક ડોઝ લીધા છતાં 230 લોકો કોરોના સંક્રમિત થયા છે. તો બે ડોઝ પછી 6 લોકો સંક્રમિત થયા છે. તેથી સુરતમાં કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ટેસ્ટ ફરજિયાત કરી દેવાયો છે. 

તો બીજી તરફ, અમદાવાદની એસ.એસ.જી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગ માં 8 બાળકો કોરોના પોઝિટિવ આવતા હળભળાટ મચી ગયો છે. જે બતાવી રહ્યું છે કે, હવે બાળકોમાં પણ કોરોનાના લક્ષણો દેખાવાનું શરૂ થઈ ગયું છે. પીડિયાટ્રિક વોર્ડમાં છેલ્લા એક અઠવાડિયામાં રોજના 5 થી 6 બાળકો સારવાર માટે આવી રહ્યાં છે. આથી હવે પીડિયાટ્રિક વોર્ડમાં બાળકોની સારવાર માટે નવુ એનકોઝર ઉભુ કરાયું છે. આઈસોલેશન ફેસિલિટી ઉભી કરાઈ છે. તો બીજી તરફ, શહેરની અન્ય ખાનગી હોસ્પિટલમાં પણ 25 જેટલા બાળકો કોરોના પોઝિટિવ આવ્યા છે. બાળકોમાં કોરોના પોઝિટિવના લક્ષણો આવતા નવી સમસ્યાના મંડાણ દેખાઈ રહ્યાં છે.

ADVT Dental Titanium

વડોદરાની સયાજી હોસ્પિટલના પીડિયાટ્રીક વિભાગના વડા ડો. શિલાબેન ઐયરે જણાવ્યું હતું કે, પરિવારના સદસ્યોને પગલે હવે બાળકોને પણ કોરોનાને ચેપ લાગી રહ્યો છે. રોજના પાંચથી છ બાળકો કોરોના સંક્રમિત આવલી રહ્યાં છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન 15 દિવસના નવજાત જોડિયા બાળકો પણ કોરોના સંક્રમિત થતાં તેઓને સારવાર આપવામાં આવી રહી છે. જેઓની હાલત હાલ સુધારા ઉપર છે. 

Whatsapp Join Banner Guj

સુરતમાં કોરોનાના કેસોમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. સૌથી મોટા ટેક્સટાઈલ માર્કેટ અને ડાયમંડ માર્કેટમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ કામ કરે છે અને લોકોની અવરજવર રહે છે ત્યારે કોરોનાનું સંક્રમણ વધે તેવી શક્યતા વધી જાય છે. સુરત મહાનગરપાલિકાએ મહત્વનો નિર્ણય લીધો છે. દર અઠવાડિયે ટેક્સટાઈલ અને ડાયમંડ માર્કેટના કર્મચારીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. 

આ પણ વાંચો…

અશાંત વિસ્તારોમાં મિલ્કતોની તબદીલી રોકવા અને ભાડુઆતોને ખાલી કરાવવા સામે રક્ષણ આપશેઃ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા(bhupendrasinh chudasama)