amit chauhan award

Corona Warrior Honor: બાળ કલ્યાણ મંત્રાલયના મંત્રી વિભાવરીબેન દવેના હસ્તે “કોરોના વોરિયર” તરીકે અમિત સિંહ ચૌહાણ નું સન્માન કરવામાં આવ્યું.

અમદાવાદ , ૧૫ ઓગસ્ટ: Corona Warrior Honor: અમદાવાદ માહિતી કચેરીમાં ફરજ બજાવતા અમિત સિંહ ચૌહાણ નુ કોરોનાની સંવેદનશીલ અને અતિગંભીર મહામારીમા શ્રેષ્ઠ અને સરાહનીય કામગીરી બદલ અમદાવાદ જિલ્લા પ્રશાસન દ્વારા 75માં સ્વાતંત્રતા પર્વની દસ્ક્રોઇ ખાતેની ઉજવણીમાં રાજ્ય સરકારના મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલયના મંત્રી વિભાવરીબેન દવેના હસ્તે “કોરોના વોરિયર” તરીકે નું સન્માન કરવામાં આવ્યું.

આ પણ વાંચો…Rashmi Desai photoshoot: ટીવી અભિનેત્રી રશ્મિ દેસાઈ બ્લેક ડ્રેસમાં શાવર લેતી આવી નજર; જુઓ તસવીરો

અત્રે નોંધનીય બાબત છે કે, (Corona Warrior Honor) અમિત સિંહ ચૌહાણે કોરોનાની પ્રથમ લહેર અને અતિ ઘાતક એવી બીજી લહેરમાં ખડેપગે જીવના જોખમે સિવિલ મેડીસીટી તેમજ અમદાવાદ શહેરની સોલા સિવિલ હોસ્પિટલ અને ધન્વંતરિ કોવિડ હોસ્પિટલમાં અત્યંત પ્રશંસનીય કામગીરી કરી હતી.

Amitsinh chauhan,Corona Warrior Honor

અમિત સિંહે (Corona Warrior Honor) પ્રજાને નિયમિત પણે સરકાર દ્વારા કોરોનામાં કરવામાં આવી રહેલી કામગીરી અને કોરોના વોર્ડમાં સારવાર મેળવી રહેલા કોરોનાગ્રસ્ત દર્દીઓ ના પ્રતિભાવો, કોરોનામાંથી સાજા થઈને પરત ફરતાં દર્દીઓના પ્રતિભાવોથી સજાગ કર્યા હતા. તેઓએ અનેક રસપ્રદ સક્સેસ સ્ટોરી લખીને પ્રજાને કોરોનાની અફવાઓથી દૂર રાખવાના પ્રયત્નો કર્યા હતા. અને સાચી વસ્તુ થી તેઓએ લોકોને માહિતગાર કર્યા છે.

Whatsapp Join Banner Guj