Night Curfew

અમદાવાદ અને સુરત બાદ હવે રાજકોટ-વડોદરામાં પણ કર્ફ્યૂ(curfew time)ના સમયમાં થયો ફેરફાર, શનિવાર અને રવિવારે તમામ ફરવા લાયક સ્થળો બંધ

curfew time

ગાંધીનગર, 19 માર્ચઃ કોરોનાના કેસમાં વધારો થતા સરકાર દ્વારા કડક નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે. અમદાવાદ અને સુરતમાં કરફ્યૂના સમય(curfew time)માં વધારો કરવામાં આવ્યો હતો. બંને શહેરોમાં રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂનો સમય(curfew time) કરાયો છે. ત્યારે ગુજરાતના વડોદરા અને રાજકોટ શહેરમાં 9 થી 6 નો કરફ્યૂ (curfew) કરાયો છે. તાજેતરમાં વડોદરા શહેરમાં પણ રાત્રે 9 થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂની જાહેરાત કરાઈ છે. 

ADVT Dental Titanium

વડોદરાના ઓએસડી વિનોદ રાવે આ જાહેરાત કરતા જણાવ્યું કે, અમદાવાદ સુરત બાદ હવે વડોદરામાં રાત્રિ કર્ફ્યું 9 વાગ્યાથી અમલમાં આવશે. તેમજ વડોદરામાં શનિવાર અને રવિવારે તમામ મોલ અને મલ્ટિપ્લેક્સ બંધ રહેશે. સાથે જ શહેરમાં ભીડભાડવાળી જગ્યા પર કડકાઈથી કરફ્યૂનો અમલ કરાવવામાં આવશે. સિટી બસમાં સોશિયલ ડિસ્ટન્સનું કડકાઈથી પાલન કરાવવામાં આવશે. આ નિયમોનું પાલન કરાવવાની જવાબદારી સિટી બસના સંચાલકની રહેશે. વડોદરામાં પણ તમામ બાગ બગીચા દરવાજા નાગરિકો માટે બંધ કરાયા છે. તેમજ વિદ્યાર્થીઓમાં વધતા સંક્રમણને લઈને તંત્ર દ્વારા તમામ ટ્યુશન તેમજ કોચિંગ કલાસ બંધ રાખવા આદેશ કરાયો છે. તાત્કાલિક બેઠક બોલાવીને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી મહત્વનો નિર્ણય લીધો છે. વડોદરામાં નાના-મોટા થઈને આશરે 1700 ટ્યુશન તેમજ કોચિંગ ક્લાસ કાર્યરત છે.

Whatsapp Join Banner Guj

અમદાવાદ, સુરત અને વડોદરાની જેમ હવે રાજકોટમાં પણ રાત્રિ કર્ફ્યું 9 વાગ્યાથી અમલમાં આવશે. રાજકોટમાં પણ શનિવાર અને રવિવારે તમામ મોલ અને મલ્ટિપ્લેક્સ બંધ રહેશે. સાથે જ શહેરમાં ભીડભાડવાળી જગ્યા પર કડકાઈથી કરફ્યૂનો અમલ કરાવવામાં આવશે

આ પણ વાંચો….

Holi 2021ઃ ગુજરાતમાં કેસ વધવાના કારણે, DGP આશિષ ભાટીયાએ કહ્યું- આ વર્ષે ધૂળેટીની ઉજવણી નહિ કરી શકાય, વાંચો વધુમાં શું કહ્યું…