junagadh 3

cyclone effect:દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડા મોટીની અસર જોવા મળી, ભારે પવન સાથે વરસાદ- વાંચો ક્યાં કેટલો વરસાદ પડ્યો?

ભરુચ, 18 મેઃcyclone effect: વાવાઝાડાની અસર ફક્ત સૌરાષ્ટ્રમાંજ નહીં દક્ષિણ ગુજરાતમાં પણ જોવા મળી છે. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે આવેલા જિલ્લાઓ પર પણ વાવાઝોડાની મોટી અસર દેખાઈ છે. અહી વલસાડ, વાપી, નવસારી સહિતના જિલ્લાઓમાં ભારે પવન સાથે ભારે વરસાદ નોંધાયો છે. તૌકતે વાવાઝોડા (cyclone effect) એ દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠે પણ ભારે તારાજી સર્જી છે. જેમા વલસાડના ઉમરગામ તાલુકામાં સૌથી વધુ 7.51 ઇંચ વરસાદ નોંધાયો છે. 

Whatsapp Join Banner Guj

વાવાઝોડા(cyclone effect)ની અસર ભરૂચ જિલ્લામાં પણ જોવા મળી છે. અહી સતત વરસાદ વરસી રહ્યો છે. ભરૂચમાં રાત્રે શરૂ થયેલ વરસાદ વહેલી સવાર સુધી વરસી રહ્યો છે. તૌકતે વવાઝોડાની સાઈડ ઇફેક્ટ રૂપે ભરૂચ જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો. જિલ્લામાં અત્યાર સુધી 3700 થી વધુ લોકોનું સ્થળાંતર કરાયુ છે. ભરૂચ જિલ્લામાં રાત્રી દરમિયાન 62 MM વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ હાંસોટ તાલુકામાં 29 MM વરસાદ નોંધાયો છે. ભરૂચ, વાગરા, અંકલેશ્વર, જંબુસર, આમોદમાં છૂટો છવાયો વરસાદ નોંધાયો છે. આ કારણે દહેજ બંદરે 9 નંબરનું સિગ્નલ યથાવત છે. 

દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડા(cyclone effect)થી સૌથી વધુ ખાનાખરાબી વલસાડ (valsad) જિલ્લામાં સર્જાઈ છે. આજે સવારે પણ વાવાઝોડાની અસર વ્યાપક જોવા મળી છે. વાપીમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો છે. અહી 40 થી 50 ની સ્પીડે પવન ફૂંકાઈ રહ્યો છે. કેટલાક ઘરો તથા દુકાનોના પતરા તૂટીને ઉડ્યા છે, તો વૃક્ષો જમીનમાંથી ઉખડી ગયા છે. વાપીમાં મોટાભાગના વિસ્તારોમાં વીજળી ડુલ થઈ છે. 

વલસાડ જિલ્લામાં રાતભર તોફાની પવન સાથે વરસાદ વરસ્યો છે. જિલ્લાના ઉમરગામ, કપરાડા ,ધરમપુર, પારડી વલસાડ અને વાપી તાલુકામાં વરસાદ તૂટી પડ્યો છે. 24 કલાકમાં વલસાડ જિલ્લાના ઉમરગામમાં 7.51 ઈંચ વરસાદ પડ્યો છે. જિલ્લાના કન્ટ્રોલ રૂમમાં અનેક વિસ્તારમા ઝાડ પડવાના કોલ મળ્યા છે. 

ADVT Dental Titanium

તો નવસારી જિલ્લાના દરિયા કિનારે દરિયામાં કરંટ હજી પણ યથાવત છે. પવનની ગતિમાં પણ વધારો થયો છે. ઉભરાટ, વાસી, બોરસી, માછીવાડ, કૃષ્ણપુર, ઓનજલ માછીવાડ, મેઘર અને ભાટ ગામના દરિયા કાંઠે હજુ મહાકાય મોજા ઉછળી રહ્યા છે. તૌકતે વાવાઝોડાની અસર હજુ દરિયામાં દેખાઈ રહી છે. નવસારી જિલ્લામાં 125 એમએમ વરસાદ નોંધાયો છે. અવિરત વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે. જેમાં સૌથી વધુ વરસાદ જલાલપોર તાલુકામાં ૩૩ એમએમ નોંધાયો છે. 

આ પણ વાંચો…..

કેદારનાથ બાદ આજે બદ્રીનાથ(badrinath) ધામના કપાટ વિધિ વિધાનથી બ્રહ્મ મુહૂર્તમાં ખુલ્યા, જુઓ ફોટોઝ