CM Vijay Rupani image

Cyclone effect: માછીમારોને અને નાના-મોટા બંદરોને થયેલા નુક્સાન સામે રાજ્યના ઇતિહાસમાં સૌ પ્રથમવાર રાહત પેકેજ જાહેર, વાંચો શું કહ્યું સીએમ રુપાણીએ..!

અહેવાલઃ ગોપાલ/દિનેશચૌહાણ

ગાંધીનગર, 02 જૂનઃCyclone effect: ગુજરાતમાં તૌકતે વાવાઝોડાથી અસરગ્રસ્ત માછીમારો-સાગરખેડૂઓને થયેલા વ્યાપક નુક્સાનમાંથી બેઠા કરી પૂર્વવત કરવા રૂપિયા 105 કરોડનું ઉદારતમ રાહત સહાય પેકેજ જાહેર કર્યું છે. વાવાઝોડાની કુદરતી આફતથી માછીમારોને અને નાના-મોટા બંદરોને થયેલા નુક્સાન(Cyclone effect) સામે રાજ્યના ઇતિહાસમાં સૌ પ્રથમવાર રૂ.105 કરોડનું રાહત પેકેજ જાહેર કરાયું છે. મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કોર કમિટીએ સર્વગ્રાહી રાહત સહાય પેકેજ મંજૂર કર્યું છે. 

આમ, તાઉતે વાવાઝોડાના કારણે રાજ્યમાં આશરે ૧૦૦૦ નાની મોટી બોટને થયેલા નુકશાન સામે રાજ્ય સરકાર સહાય પેકેજમાં સુચવેલા ધારાધોરણ અનુસાર માછીમારોને રૂપિયા 25 કરોડ સહાય ચૂકવશે તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું. વિજયભાઇ રૂપાણીએ એમ પણ જણાવ્યું કે, તાઉતે વાવાઝોડા દરમ્યાન દરિયાકાઠાના કેટલાક બંદરોની માળખાકીય સુવિધાઓને થયેલા નુકશાનની મરામત અને નવિનીકરણ માટે પણ આ પેકેજમાં વિચાર કરવામાં આવ્યો છે. તદઅનુસાર રાજ્યના દરિયાકાંઠાના જાફરાબાદ, નવાબંદર, સૈયદ રાજપરા અને શિયાળબેટ ખાતેના મત્સ્ય બંદરોને મોટા પાયે થયેલા નુકશાન(Cyclone effect)ની મરામત તથા નવીનીકરણ માટે સહાય પેકેજમાં જે જોગવાઇઓ કરવામાં આવી છે

Whatsapp Join Banner Guj

મુખ્યમંત્રીએ જાહેર કરેલા રાહત સહાય પેકેજની મુખ્ય વિશેષતાઓ :

– બોટ જાળ/સાધન સામગ્રીને થયેલા નુક્સાન સામે સહાય પેટે થયેલા નુક્સાનના 50 ટકા અથવા રૂ. 35,000 સુધી સહાય બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર થશે

– અંશત નુકશાન(Cyclone effect) પામેલ નાની બોટના કિસ્સામાં ૫૦% અથવા રૂ. ૩૫,૦૦૦  સહાય બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર થશે

– નાની બોટ પૂર્ણ નુકશાન પામી હશે તો આવી બોટની કિંમતના ૫૦% અથવા રૂ. ૭૫,૦૦૦ બેમાંથી જે ઓછુ હોય તે આપવામાં આવશે

– અંશત નુકશાન પામેલ ટ્રોલર, ડોલનેટર, ગીલ નેટર બોટના કિસ્સામાં તેની કિંમતના ૫૦% અથવા રૂ. ૨.૦૦ લાખ બેમાંથી જે ઓછું હોય તે ઉચ્ચક સહાય 
આ ઉપરાંત ટ્રોલર, ડોલનેટર, ગીલ નેટર બોટના અશંત નુક્સાનના કિસ્સામાં માછીમાર રૂપિયા 5 લાખ સુધીની લોન મેળવે તો તેના પર 10 ટકા સુધીની વ્યાજ સહાય 2 વર્ષ માટે ઘટતી જતી બાકી રકમ પર રાજ્ય સરકાર આપશે
        
– પૂર્ણ નુકશાન પામેલ ટ્રોલર, ડોલનેટર, ગીલ નેટર બોટના કિસ્સામાં તેની કિંમતના 50 ટકા અથવા રૂ.5 લાખ બેમાંથી જે ઓછું હશે તે ઉચ્ચક સહાય રાજ્ય સરકાર આપશે
    
– આ ઉપરાંત માછીમાર રૂપિયા 10 લાખ સુધીની લોન મેળવે તો તેના પર 10 ટકા સુધીની વ્યાજ સહાય 2 વર્ષ માટે ઘટતી જતી બાકી રકમ પર રાજ્ય સરકાર આપશે

– ઈનપુટ સબસીડી મત્સ્ય બીજ,ફીડ, સાધન સામગ્રી માટે હેક્ટર દીઠ રૂપિયા 8200 પ્રમાણે સહાય અપાશે.
    
– નુકશાન પામેલ બોટના ખલાસીઓને જીવનનિર્વાહ માટે ખલાસી દીઠ ઉચ્ચક રૂ. ૨૦૦૦/-ની સહાય ખલાસીઓના ખાતામાં સીધા DBTથી ચૂકવાશે 
    
– દરિયાકાંઠાના જાફરાબાદ-નવાબંદર-સૈયદ રાજપરા-શિયાળબેટ ખાતેના મત્સ્ય બંદરોને મોટા પાયે થયેલા માળખાકીય નુક્સાનની મરામત તથા નવીનીકરણ માટે સહાય પેકેજમાં રૂ. 80 કરોડનો ખર્ચ થશે

ADVT Dental Titanium

આ પણ વાંચો….

Weight Loss: લોકડાઉનમાં વજન વધી ગયુ છે, તો આ 5 સુપરફુડસનું સેવન કરો- વાંચો સંપૂર્ણ અહેવાલ