Tauktae 1620983426755 1620983435430

Cyclone Tauktae: વાવાઝોડું વેરાવળથી 670 કિમી દૂર, પણ ગુજરાતમાં તેની અસર શરૂ થઈ ગઈ- આ રાજ્યને કરવામાં આવ્યુ એલર્ટ

ગાંધીનગર, 16મેઃCyclone Tauktae: તૌકતે વાવાઝોડું ક્રમશઃ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. તે ગુજરાત તરફ પ્રતતિ કલાક 12 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે. હાલ વાવાઝોડું વેરાવળથી 670 કિલીમોટર દૂર અરબી સમુદ્રમાં છે. જે આવતીકાલ સુધીમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પહોંચી જશે. ત્યારે વાવાઝોડાની અસર સમગ્ર રાજ્યમાં દેખાવાની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. તૌકતે વાવાઝોડા (Cyclone Tauktae) ના પગલે અનેક જિલ્લાઓમાં વહેલી સવારે વરસાદી વાતાવરણ જોવા મળ્યુ છે. તો સાથે જ વાદળોની સાથે ધીમો ધીમો પવન ફૂંકાઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી છે કે, હજુ બે દિવસ વાતાવરણમાં આવો પલટો રહેશે. કાળઝાળ ગરમી બાદ અચાનક વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. 

સંભવિત વાવાઝોડાને પગલે ભારતીય વાયુસેના પણ સક્રિય બની છે. વિવિધ એરપોર્ટ પરથી ગુજરાતમાં ndrf ના જવાનો અને મશીનરી લાવવામા આવ્યા છે. તો બીજી તરફ, ગુજરાતમાં સંભવિત આવનાર તૌકતે વાવાઝોડા(Cyclone Tauktae)ના પગલે સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમમાં હલચલ વધી છે. એસઈઓસીમાં તમામ જિલ્લાઓ સાથે સંપર્ક કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી રહી છે. તમામ જિલ્લા કલેક્ટરો અને જિલ્લા સ્થાનિક વહીવટી તંત્રને સ્ટેન્ડ ટુના આદેશ સ્થાનિક કક્ષાએ આપવામાં આવ્યા છે. સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમમાંથી જિલ્લાની સ્થાનિક જરૂરિયાતો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતર કરાવવું પડે, ત્યારની સ્થિતિને ધ્યાનમાં રાખી પગલાં ભરવામાં આવી રહ્યા છે. એનડીઆરએફની ટીમોને ક્યાં રવાના કરવી, કયા વિસ્તારમાં કામગીરી લગાડવી એ તમામ એક્શન આ કંટ્રોલ રૂમમાંથી લેવાશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે તૌકતે વાવાઝોડા(Cyclone Tauktae) પર નજર રાખવામાં આવી રહી છે. 

તો બીજી તરફ, વેરાવળમાં પણ હાલ વાદળછાયું વાતાવરણ છે. વેરાવળના દરિયામાં મોજા પણ હાલ સામાન્ય દિવસોની માફક ઉછળી રહ્યા છે. પવનની ગતિ પણ હાલ સામાન્ય દિવસો જેવી છે. જોકે, જેમ જેમ તૌકતે નજીક આવતુ જશે તેમ તેમ દરિયો પણ તોફાની બનતો જશે અને મોજા કરંટની જેમ ઉંચે ઉછળશે. 

Whatsapp Join Banner Guj

ભાવનગરમાં સંભવિત વાવાઝોડાની અસરને પગલે 77 અને 18 મેના રોજ કોરોના વેક્સીન કામગીરી બંધ રાખવાની જાહેરાત કરાઈ છે. વાવાઝોડાની આગાહીને પગલે મનપા દ્વારા બે દિવસ વેક્સીનશન બંધ રખાયું. ભાવનગર મનપા કમિશનર એમ.એ ગાંધીએ આ જાહેરાત કરી છે. 

મોરબી નજીકના ટીંબડી ગામે મોડી રાત્રે વીજપોલ ઉપર ભડાકા થયા હતા. હાલ પવન ફૂંકાતા વીજ લાઇનમાં ભડાકા થતા વાયરો તુટી ગયા હતા. જેને કારણે ગામમાં અંધારપટ છવાયો હતો. ચાલુ વીજ વાયરો રસ્તા ઉપર પડતા લોકોના જીવ પડીકે બંધાયા હતા. ત્યારે તાત્કાલિક ગામના લોકો દ્વારા આ બનાવની વીજ કંપનીમાં જાણ કરવામાં આવી.

હવામાન ખાતાના જણાવ્યાં મુજબ આગામી ત્રણ દિવસમાં તોકતે નામનું તોફાન કેરળ, ગોવા, ગુજરાત અને મહારાષ્ટ્ર માટે મોટી મુસીબત બની શકે છે. જેના માટે NDRF ની ટીમોને અલર્ટ રાખવામાં આવી છે. અનુમાન છે કે 18મીએ સવારે આ વાવાઝોડું(Cyclone Tauktae) ગુજરાતના વેરાવળ અને પોરબંદર વચ્ચે માંગરોળ પાસે કાંઠે ટકરાશે. ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના સમુદ્રી વિસ્તારમાં સાઈક્લોનને લઈને કોસ્ટ ગાર્ડ અલર્ટ પર છે. આ સાથે જ માછીમારોને સમુદ્રથી દૂર રહેવાની ચેતવણી અપાઈ છે. 

ADVT Dental Titanium

ચક્રવાતી તોફાન તોકતે(Cyclone Tauktae)ના જોખમ વચ્ચે હવામાન ખાતેએ મહારાષ્ટ્રમાં અલર્ટ  બહાર પાડ્યું છે. તોફાનના જોખમ વચ્ચે મુંબઈના દહિસર વિસ્તારના જમ્બો કોવિડ હોસ્પિટલમાંથી દર્દીઓને બીજે શિફ્ટ કરાયા છે. હવામાન ખાતાએ કહ્યું કે મુંબઈ, થાણા અને રાયગઢમાં સોમવાર સુધીમાં ખુબ વરસાદ પડવાની સંભાવના છે. 

IMD એ કહ્યું કે 17મી મેના રોજ મુંબઈ સહિત ઉત્તર કોંકણમાં કેટલાક સ્થળોએ ખુબ પવન ફૂંકાશે અને ભારે વરસાદ પડશે. જો કે આ વિસ્તારોમાં વધુ અસર થવાના કારણે મુંબઈ જેવા સ્થળોએ બહુ અસર જોવા મળશે નહીં. વરિષઠ નિદેશક (હવામાન) આઈએમડી, મુંબઈ શુભાની ભૂટેએ કહ્યું કે મહારાષ્ટ્રની રાજધાનીમાં રવિવારે બપોરથી વરસાદની આશા છે. તેમણે કહ્યું કે હાલ તોફાન ગોવાથી 250 કિમી દક્ષિણ-પશ્ચિમમાં છે. મહારાષ્ટ્રના સિંધુદુર્ગ અને રત્નાગિરિ જિલ્લાઓની સાથે ગોવા વધુ વરસાદ અને પૂરપાટ પવનથી પ્રભાવિત થશે. તેમણે કહ્યું કે લગભગ 60થી 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે. 

આ પણ વાંચો…..

free train: આ ટ્રેનમાં છેલ્લા 72 વર્ષોથી 25 ગામના લોકો રોજ આ ટ્રેનમાં કરે છે સફર