ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ(Rajeev Satav)નું નિધન થયું, પાર્ટીના નેતાઓમાં શોકની લાગણી!

ગાંધીનગર, 16 મેઃ કોંગ્રેસ નેતા રાજીવ સાતવને પુણેની એક ખાનગી હોસ્પિટલમાં ભરતી કરાવ્યા હતા, તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા. આખરે આજે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. ગત અઠવાડીયે કોરોના વાયરસથી સંક્રમિત આવ્યા હતા. આ જાણકારી ગુરૂવારે પાર્ટીના એક નેતાએ આપી હતી. રાજીવ સાતવ(Rajeev Satav)ને જહાંગીર હોસ્પિટલમાં આઈસીયુ વોર્ડમાં ભરતી કરાવ્યા હતા.

Whatsapp Join Banner Guj

કોંગ્રેસ નેતા રાજીવ સાતવ(Rajeev Satav)ને પુણેની એક ખાનગી હોસ્પિટલમાં ભરતી કરાવ્યા હતા, તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા. ગત અઠવાડીયે કોરોના વાયરસથી સંક્રમિત આવ્યા હતા. આ જાણકારી ગુરૂવારે પાર્ટીના એક નેતાએ આપી હતી. રાજીવ સાતવને જહાંગીર હોસ્પિટલમાં આઈસીયુ વોર્ડમાં ભરતી કરાવ્યા હતા.

કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ રણદીપ સુરજેવાલાએ રાજીવ સાતવના મોત પર દુખ વ્યક્ત કરતા લખ્યુ છે કે, નિશબ્દ ! આજે એક એવા સાથીને ખોઈ દીધો જેને સાર્વજનિક જીવનનું પ્રથમ ડગલુ યુવા કોંગ્રેસમાં મારી સાથે રાખ્યુ અને આજ સુધી સાથે ચાલ્યા. રાજીવ સાતવ(Rajeev Satav)ની સાદગી, નિખાલસ હાસ્ય, જમીન સાથે જોડાણ, નેતૃત્વ પાર્ટીથી નિષ્ઠા દોસ્તી કાયમ યાદ રહેશે. અલવિદા મારા મિત્ર, જ્યાં પણ રહો, ચમકતા રહો !!!

હાલ સમગ્ર દેશ અને રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. એવામાં ગુજરાતમાં સતત કોરોનાના નવા કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આ કોરોનાની ઝપેટમાં સામાન્ય લોકો પણ આવી રહ્યાં છે. આ સાથે જ રાજકીય નેતાઓ પણ બાકાત નથી રહ્યાં. રાજકારણીઓ પણ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. રાજ્યસભાના સાંસદ રાજીવ સાતવ(Rajeev Satav)નો કોરોના રિપોર્ટ 22 તારીખે પોઝિટિવ આવ્યો હતો. રાજીવ સાતવ કે જેઓ ગુજરાત કોંગ્રેસના પ્રભારી છે. તેઓને સંક્રમિત થયા બાદ હોમ આઇસોલેટ કરવામાં આવ્યાં હતાં.

રાહુલ ગાંધીએ રાજીવ સાતવ(Rajeev Satav)ના નિધન પર ટ્વિટ કરીને જણાવ્યું કે, આ અમારી પાર્ટી અને તેમના પરિવાર માટે મોટી ખોટ છે. મારા માટે આ સમય બહુ ઇમોશનલ છે, મેં મારા મિત્રને ગુમાવ્યો છે.

Rajeev Satav

ઉલ્લેખનીય છે કે, 46 વર્ષીય રાજીવ સાતવ(Rajeev Satav)ની ગણના કોંગ્રેસના દિગ્ગજ નેતા તરીકે થતી હતી. તેમને રાહુલ ગાંધીના ખાસ માનવામાં આવતા હતા. રાજીવ સાતવ મહારાષ્ટ્રના હતા. તેઓ ધારાસભ્યથી લઈને લોકસભા અને રાજ્યસભામાં પણ સાંસદ રહી ચુક્યા હતા.

આ પણ વાંચો….

Cyclone Tauktae: વાવાઝોડું વેરાવળથી 670 કિમી દૂર, પણ ગુજરાતમાં તેની અસર શરૂ થઈ ગઈ- આ રાજ્યને કરવામાં આવ્યુ એલર્ટ