E1nMO2rUcAEyUtg

Cyclone upadate: રાજ્યમાં તાઉ’તે વાવાઝોડાની પરિસ્થિતિમાં અગમચેતીના પગલાથી લોકો સલામત છે..! મોડી રાત્રે અધિક મુખ્ય સચિવે આપી માહિતી

ગાંધીનગર, 18 મેઃ Cyclone upadate: રાજ્યના મહેસુલ અધિક મુખ્ય સચિવ પંકજકુમાર એ વાવાઝોડાની મીડિયાને મોડી રાત્રે માહિતી આપતા જણાવ્યું હતું કે, સાયકલોન રાજ્યમાં રાત્રે આશરે ૯:૦૦ કલાકે ઉના પાસે લેન્ડફોલ થયું છે. એ વખતે એની ગતિ ૧૫૦ કિલોમીટર પ્રતિ કલાક હતી. સૌથી વધારે જાફરાબાદ અને પીપાવાવમાં ૧૮૫ કિલોમીટર પ્રતિ કલાકની ગતિ હતી. એ વખતે માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સ્ટેટ કંટ્રોલરૂમમાં ઉપસ્થિત રહીને વાવાઝોડાની ગતિવિધિનું મેનેજમેન્ટનું સંચાલન કર્યું હતું.

મુખ્યમંત્રીએ અસરગ્રસ્ત જિલાઓના કલેકટરો સાથે સંપર્કમાં રહી માર્ગદર્શન આપ્યું હતું અને અમુક વખત તે અમુક તાલુકાઓમાં મહામંથન કરવામાં આવ્યું હતું. અમુક જગ્યાએ વિજળીનાં થાંભલા પડી ગયા હતા. વૃક્ષો તુટીને રસ્તા પર આવી ગયા હતા. જ્યારે કોવિડ હોસ્પિટલમાં કોઇપણ પ્રકારનો અવરોધ ઊભો થયો નથી. આમ, આ સાયકલોન(Cyclone upadate)માં પવન સાથે દરિયાના મોઝા ૫ થી ૬ મીટર ઊંચા જોવા મળ્યા હતાં. અત્યાર સુધી કોઇપણ પ્રકારની જાનહાનિ કે નુકસાનીના કોઈ સમાચાર આવ્યા નથી.લોકો સલામત છે એની અમને ખાત્રી છે. લેન્ડફોલ રાત્રે ૯:૦૦ વાગ્યા પછી આપણા રાજ્યની અંદર આગળ વધી રહી છે ત્યારે આઈ (કેન્દ્ર )સંપૂર્ણ રીતે પસાર થયું નથી. અત્યારે રાત્રે ૧:૩૦ વાગ્યા પછી રાજ્યની અંદર આવશે અને તે પછી આગળ વધશે.

Cyclone upadate


Cyclone upadate: સૌથી વધારે પ્રભાવિત તાલુકાઓની વાત કરીએ તો ધારી, જાફરાબાદ ,અમરેલી, રાજુલા ,મહુવા અને સુરેન્દ્રનગર વગેરે હતા. પણ ઉના અને ગીર ગઢડા તાલુકાઓમાં સૌથી વધારે અસર થઇ હતી. જ્યાં સાવચેતીના પગલાં તરીકે પાવર કટ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત પવનની સાથે સાથે ભારે વરસાદ પણ થયેલ છે . જેમાં રાજ્યનાં ૨૧ તાલુકા માં એક ઈંચથી વધારે વરસાદ થયેલ છે .જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ ઉમરગામ તાલુકામાં થયો છે.જ્યારે ઉનામાં ૧૩૧મી.મી ,ખાંભામાં ૧૧૦ મી.મી, મહુવામાં ૮૬ મી.મી અને સાવરકુંડલામાં ૭૨મી.મી વરસાદ નોંધાયો હતો.

Cyclone upadate

હવે અત્યારે જે રીતે હવામાન વિભાગની આગાહી મુજબ સાયકલોન(Cyclone upadate) આગળ વધી રહ્યું છે તે મુજબ અમરેલી રાજકોટ ,બોટાદ જુનાગઢ ,મોરબી ,પાટણ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા વગેરે જિલ્લાઓનો સમાવેશ થાય છે. તથા જેમ જેમ હવામાન ખાતા દ્વારા નવી આગાહી કરવામાં આવશે એમ જાણકરી આપવામાં આવશે. આવતીકાલ સાંજ સુધીમાં ચક્રવાત રાજ્યમાંથી પસાર થઈ રહ્યું છે એટલે આજે રાત્રે અને આવતીકાલ આખો દિવસ નાગરિકોને કેરફૂલ રહીને સાવચેતી રાખે તેવી રાજ્ય સરકાર દ્વારા અપીલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ પ્રસંગે મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમાર તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ તથા મીડિયા કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. મીડિયાને રાત્રે ૧:૦૦કલાકે સાયક્લોન અંગે પંકજકુમારે માહિતી આપી હતી.

આ પણ વાંચો…

cyclone:અમદાવાદ જિલ્લાના સંભવિત અસરગ્રસ્ત ક્ષેત્રોમાં આરોગ્ય કટોકટીને પહોંચી વળવા ૧૦૮ની નવિન ૧૭ એમ્બ્યુલન્સ ખડેપગે….