Danta market yard reopened from today

Danta market yard reopened from today: દાંતા તાલુકામાં માર્કેટયાર્ડ 6 દિવસ બંધ રહ્યા બાદ આજથી ફરીથી ધબકતુ થયું

Danta market yard reopened from today: ખેડુતને ઘંઉનાં ભાવ પોષણક્ષમ ન મળતાં પોતાનો માલ પરત ઘરે લઇ જવા મજબુર બન્યાં

રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, 03 એપ્રિલ: Danta market yard reopened from today: દાંતા તાલુકામાં માર્કેટયાર્ડ 6 દિવસ બંધ રહ્યા બાદ આજથી ફરીથી ધબકતુ થયુ છે. એક તરફ કમૌસમી વરસાદ અને વાવાઝોડાની આગાહી ને બીજી તરફ માર્ચ એડીંગ નાં કારણે દાંતા એ.પી.એમ.સી છ દિવસ બંધ રખાયુ હતું. આજ માર્કેટયાર્ડ ફરી ધબકતુ થતાં ખેડુતો પોતાનું માલ વહેંચવા માર્કેટયાર્ડમાં જતાં જોવા મળ્યા હતા, અને ખેડુતોનો આવરો મોડા શરૂ થતાં હરાજી પણ મોડી શરૂ કરાઇ હતી.

જોકે હાલ તબક્કે પડેલાં કમૌસમી વરસાદ નાં કારણે ખેડુતો ને મોટી અસર થઇ છે ને જે પ્રમાણે માર્કેટયાર્ડમાં માલ આવવો જોઇએ તેટલો પહોંચ્યો નથી. જોકે આજે બપોર સુધી દાંતા ખેતીવાડી ઉત્તપન બજાર સમીતી માં 70 થી 80 બોરી ઘંઉની આવક થઇ હતી જ્યારે વરીયાળી અને એરંડા ની માત્ર 5 થી 7 બોરીઓ નીજ આવક જોવા મળી હતી.

એ.પી.એમ.સી નાં ચેરમેન શિવસિંહ સોલંકીનાં જણાવ્યાં અનુસાર સતત કમૌસમી વરસાદ નાં કારણે ખેડુતો નો કાપેલો પાક પલળી જતાં ખેડુતો પર માઠી અસર થઇ છે. ને તૈયાર માલ બગડી જવાં ના કારણે અગાઉ નાં સમય કરતાં અનાજ ની આવક ઓછી જોવા મળી રહી છે,

જ્યારે કેટલાંક ખેડુતો પોતાના માલનો પુરતો ભાવ મળશે કે નહી તેની ચિંતામાં બેઠેલા જોવા મળ્યા હતા તો કેટલાક ખેડુત ને ઘંઉનાં ભાવ પોષણક્ષમ ન મળતાં પોતાનો માલ પરત ઘરે લઇ જવા મજબુર બન્યાં હતા અને પાકને અમે પલાળ્યો નથી, કમૌસમી વરસાદ નાં કારણે માલ ભીંજાયો હોય તો અમારો શું વાંક….

આ પણ વાંચો: Rahul Gandhi defamation case: માનહાનિના કેસમાં રાહુલ ગાંધીને મળી જામીન, આ તારીખે થશે આગામી સુનાવણી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો