polio drop ambaji

Danta Polio compaign: દાંતા તાલુકામાં બાળકોને પોલીયોના ટીપા પીવડાવવા માટે ત્રીદિવસીય કામગીરી હાથ ધરવામાં આવી

Danta Polio compaign: દાંતા તાલુકામાં 155 બુથ ઉપર ચાલીસ હજાર જેટલા બાળકોને પોલીયોના ટીપા પીવડાવવા માટે ત્રીદિવસીય કામગીરી હાથ ધરવામાં આવી,ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી દાંતા તાલુકા બ્રાન્ચ પણ સહયોગી બની

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 27 ફેબ્રુઆરી:
Danta Polio compaign: કોરોના મહામારી ના કારણે છેલ્લા કેટલાક સમય થી નાના બાળકો ને અપાતી પોલીયો રસીકરણ ની કામગીરી સ્થગિત કરાઈ હતી પણ હાલ માં કોરોના ના વેવ્સ ઘટતા રાજ્ય સરકાર દ્વારા આજથી ફરી પોલીયો રસીકરણ કામગીરી નો પ્રારંભ કરાયો છે. જેમાં દાંતા તાલુકા માં 155 બુથ ઉપર ચાલીસ હજાર જેટલા નાના બાળકો ને પોલીયો ના ટીપા પીવડાવવા માટે ત્રી દિવસીય કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં આજે બુથ ઉપર રસી પીવડાવવામા આવશે અને બાકી ના બે દિવસ બાકી રહી ગયેલા બાળકો ને ડોર ટુ ડોર પોલી.યોના ડોઝ પીવડાવવામાં આવશે

આ પણ વાંચોActreess Nalini jaywant: અપ્રતિમ સૌંદર્ય છતાં એકલાં અટૂલાં નલિની

ખાસ કરીને યાત્રાધામ અંબાજી માં બહાર થી આવતા યાત્રિકો ના બાળકો ને પણ રસીકરણ થઇ શકે તે માટે મંદિર,અને માનસરોવર, ગબ્બર, બસ સ્ટેશન જેવા જાહેર સ્થળો એ પોલીયો રસીકરણ ના બુથ ઉભા કરી રસીકરણ ની કામગીરી કરવામાં આવી હતી ,

જોકે ભારત દેશ હાલ પોલીયો મુક્ત બન્યું છે પરંતુ કેટલાક દેશો માંથી પોલીયો નાબુદ ન થયો હોવાથી ભારત માં ફરી થી પોલીયો ફેલાય નહી તે માટે નાના બાળકો ને પોલીયો ના બે ટીપા પીવડાવી ગુજરાત રાજ્ય સહીત ભારત ને પોલીયો મુક્ત બનાવી રાખવા આરોગ્ય વિભાગ દ્વારા પુર જોશ માં પોલીયો રસીકરણ ની કામગીરી કરવામાં આવી રહી છે જેમાં ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી દાંતા તાલુકા બ્રાન્ચ પણ સહયોગી બની સો ટકા રસીકરણ થાય તેના પ્રયાસો હાથ ઘર્યા હોવાનુ ડો.એન પી ચૌહાણ (તાલુકા હેલ્થ ઓફીસર)દાંતા એ જણાવ્યુ હતુ.

Gujarati banner 01