Hello my diary: હેલો માય ડાયરી કેમ છે તું ? આજે તો બહું જ થાકી ગઈ પણ…….ચૌધરી રશ્મીકા “રસુ”

!! રિપોર્ટ નું પરિણામ !! (Hello my diary)

Hello my diary: હેલો માય ડાયરી કેમ છે તું ?આજે તો બહું જ  થાકી ગઈ પણ તારા સાથે વાત કર્યા વગર ચાલ્યું જ નહીં.થોડા દિવસથી હોસ્પિટલની ખૂબ દોડાદોડી હતી.તને ખબર તો છે જ કે જે વાત હું કોઈને નથી કહેતી એ હું તને કહી જ દઉં છું.મને ચાલે જ નહિ.આપણે કેવા છે યાર કે કયારેક કયારેક બનાવટ કરીને આપણે જીવવું પડે છે.આપણે દિલ ખોલીને કશુ કરી પણ નથી શકતા. ના નફરત,ના ગુસ્સો ,ના રિસામણા , ના  પ્રેમ..

Rashmika Chaudhari ahmedabad

દુનિયામાં આવ્યા છો તો નાટક જ  કરતા રહો.આવુ તો કઈ ચાલતું હોય યાર , તુ જ મને કહે ,જે કરવુ છે એ તો આપણે કરી નથી શકતા.કેમ કે પહેલા તો એ વિચારવાનું કે દુનિયા શુ કહેશે.આ વિચારવામાં ને વિચારવામાં જ , જો આજે શુ થઈ ગયું.તને મે થોડા દિવસ પહેલા કહ્યું હતું ને કે ડોક્ટરે મને કેન્સરના રિપોર્ટ કઢાવવાનો કહ્યું હતું.એ રિપોર્ટ આવી ગયા.તને શુ કહું રિપોર્ટ આવ્યા પહેલાની મારા મનની હાલત શું હતી.થોડો ડર લાગ્યો હતો પણ નક્કી કરી લીધું હતું કે રીપોર્ટમાં કંઈ પણ આવે  હું હિમ્મત નહી હારું. કેન્સર એ કેન્સલ નથી .જો રિપોર્ટ પોઝિટિવ આવશે તો પણ હું નહિ હારું અને પોઝિટિવ રીતે એનો સામનો કરીશ.

દુનિયા બડી ગોલ હે મેરે ભાઈ , ઔર યહા હર ચીજકા ડબલ રોલ હૈ.વિચાર્યું હતું એવું જ થયું રિપોર્ટ પોઝિટિવ આવ્યો.રિપોર્ટમાં કેન્સર આવ્યું.સાંભળીને થોડોક ઝાટકો લાગ્યો ,પણ હકીકતનો સામનો તો કરવો જ પડે.ડોક્ટર કહે  રિપોર્ટમાં પહેલા સ્ટેજનું કેન્સર છે.તમે નસીબદાર છો કે તમને જલ્દી ખબર પડી ગઈ , કેટલાક લોકોને ત્રીજા સ્ટેજ સુધી ખબર નથી પડતી.વહેલી તકે સારવાર શરૂ કરી  દીધી છે. જિંદગીના સ્ટેજ પર હવે મારે ફરી એક નવો  રોલ કરવાનો છે ફરી એક વાર જીતવાનું છે.

મને ખબર છે કેન્સર એ કેન્સલ નથી , એટલે જીતીશ તો હું જ.રોજ હવે યોગા, પ્રાણાયામ કરુ છું.ચા પીવાની ખૂબ ઓછી કરી દીધી છે.ભરપૂર માત્રામાં પ્રોટીન યુક્ત આહાર લઉ છું.તીખુ તળેલું ખાવાનું બંધ કરી દીધું છે.કેમ કે કેન્સર ને હરાવવાની જીદ છે.બહું સપના પૂરા કરવાના બાકી છે એ પૂરા કર્યા વગર ભગવાન હું નહિ આવું. હવે નક્કી કરી લીધું છે કોઈ વ્યસન રાખવાનુ જ નહિ.હકારાત્મક વિચાર રાખો, સમયથી  દવાને ખોરાક લો ,બસ પછી તો જીત આપણી જ છે.પેલુ કિશોર કુમારનું ગીત છે ને……

જિંદગી કી યહી રીત હૈ ,હાર કે બાદ હી જીત હૈ
થોડે આંસુ હૈ , થોડી હસી
આજ ગમ હૈ તો, કલ હૈ ખુશી……
જિંદગી કી યહી રીત હૈ , હાર કે બાદ હી જીત હૈ

   કેન્સરથી કોઈ ડરવાની જરૂર નથી . સારા સારા લોકોએ કેન્સરને હરાવ્યું છે બસ હિંમત કરવાની થોડી જરૂર છે.ફેમિલી નો સાથ ,દોસ્તો નો સાથ, પોઝિટિવ એનર્જી અને  સમયસર સારવાર.ડાયરી તુ બિલકુલ મારી ચિંતા ના કરીશ મને કઈ જ નહિ થાય.આપણી  મુલાકાત રોજ  થશે ,એટલે તો તારી સાથે વાતો કરી કેમ કે તારી સાથે વાતો કરીને મને કિક મળે છે , મજા આવે છે.ઓય પાગલ આ આ મહિનામાં મારી બર્થ ડે પણ છે એટલે ધમાકો તો કરવાનો  જ.ડરવાનુ તો બિલકુલ નહીં.

આ કેન્સર તો થોડા દિવસનો જ મહેમાન છે.બસ થોડી મહેમાન ગતિ માટે આવ્યો છે.કાલ જતો રહેશે.આપણે બંને એને ફાઇટ આપીશું. જીતવાનુ આપણે જ છે.મારા સપનાઓની તો વાત જ શું કરું.જે તારે મારી સાથે પૂરા કરવાના છે.આ કેન્સર પણ એવા લોકોને જ પકડે છે જે ફાઈટર હોય , અને મારા જેવુ કોઈ હોય ખરુ.😀

ચલ હવે મારી કલમને વિરામ આપું.થોડો તુ પણ આરામ કરીલે થોડો હું પણ આરામ કરી લઉ.ફરી  ચલ ફરી મળીએ થોડા દિવસમાં જ..લવ યુ માય ડાયરી: (Hello my diary0 ચૌધરી રશ્મીકા “રસુ” અમદાવાદ

આ પણ વાંચો…દેવેન્દ્ર પટેલ દ્વારા લિખિત Actreess Nalini jaywant: અપ્રતિમ સૌંદર્ય છતાં એકલાં અટૂલાં નલિની

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *