Election boycott

Danta taluka election boycott: દાંતા તાલુકાના કેટલાક ગામોમાં ચુંટણી માહોલના બદલે સન્નાટો, વાંચો…

Danta taluka election boycott: કેમ આ ગામમાં ચૂંટણી નો માહોલ નથી….કેમ ચૂંટણી ને લઈ ગ્રામવાસીઓ નિરાશ બન્યા છે

રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, 19 નવેમ્બર: Danta taluka election boycott: રાજ્યભરમાં વિધાનસભા ની ચૂંટણી ને લઈ ઠેર ઠેર મહોત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે દાંતા તાલુકાના કેટલાક ગામોમાં સન્નાટો છવાયેલો જોવા મળી રહ્યો છે કેમ આ ગામમાં ચૂંટણી નો માહોલ નથી….કેમ ચૂંટણી ને લઈ ગ્રામવાસીઓ નિરાશ બન્યા છે.

Election boycott 1

વિધાનસભાની ચૂંટણીના આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દાંતા તાલુકાના ત્રણ ગામોના લોકો પોતાની જાહેર માંગણીને લઈ ચૂંટણીના મુદ્દે આક્રમક બન્યા છે ને જ્યાં ચૂંટણીના પોસ્ટર લાગવા જોઈએ ત્યાં ચૂંટણી બહિષ્કારના પોસ્ટર જોવા મળી રહ્યા છે, દાંતા તાલુકાના અભાપુરા, ગંગવા અને જગતાપુરા ગામ લોકો નો જાહેર માર્ગ બંધ કરી દેવાતા અને ફરી ન ખોલાતા આ વખતની ચૂંટણી આ ગામોમાં વિવાદિત બને તેવું લાગી રહ્યું છે.

જે સર્વે નંબર 56 માંથી રાજા રજવાડા ના સમય થી રસ્તો પસાર થતો હતો ત્યાં ખેતરોના પાળા ને ખેતરો થઇ ગયા છે આ ખેતરો માંથી હવે કોઈને પસાર થવા દેવામાં આવતા નથી પરિણામે આ ગામના લોકોને એક બીજા ગામ જવા માત્ર 200 મીટરની જગ્યા એ 5 થી 7 કિલોમીટર નો રસ્તો કાપવો પડે છે ખેતર માંથી ચારો લઇ જવાનો હોય કે પછી પાકેલો અનાજ હોય તો માથે ઉપાડી લઇ જવો પડે છે.

એટલુંજ નહીં પશુપાલકો દૂધ ભરાવવા પણ દૂર સુધી ચાલીને જવું પડે છે હાલ તબક્કે જે રસ્તો ટ્રેકટર ને બળદ ગાડા લાવવા લઇ જવા ઉપયોગ માં લેવાતો હતો તે બંધ કરી દેવાતા ગામજનો ને મોટી મુશ્કેલી વેઠવી પડે છે અનેક વખતે અધિકારીઓ ને રજુઆત કરવા છતાં માત્ર 200 મીટર નો રસ્તો ખુલ્લો ન કરાતા ત્રણે ગામ ના લોકો આક્રમક બની આ વખત ની વિધાનસભા ની ચૂંટણી માં મતદાન નહીં કરી ચૂંટણી બહિષ્કાર કરવાનો મન બનાવી લીધો છે….એટલુંજ નહીં જો કોઈ બળજબરી કરાશે તો NATO માં વોર્ટ આપીશુ તેમ જણાવી રહ્યા છે.

આ ગામો ની મુલાકાત કરી તો ગામાં ઠેર ઠેર પોસ્ટર વોર જોવા મળ્યું ને જેમાં કોઈ પક્ષના નેતાઓ ને વોટ માંગવા ગામમાં પ્રવેશબંધી ફરમાવવા માં આવી છે તેવા પોસ્ટરો જોવા મળ્યા આ વિસ્તાર મહત્તમ ખેતીવાડી વાળો વિસ્તાર છે ને આ ગામોમાં જવા માટે રસ્તાઓ બંધ કરી દેવાતા અનેક અધિકારીઓ ને રજૂઆતો કરવા છતાં પ્રશ્ન નો ઉકેલ ન આવતા ગામ ના મતદારો પોતાના પડતર પ્રશ્નો ને લઈ ચૂંટણીનો બહિષ્કાર કરી મતદાન નહિ કરવાનો સહસ્ત્ર ઉગામ્યું છે.

એટલુંજ નહીં કોઈ પણ પાર્ટી ના નેતાઓ ને આ ગામ માં પ્રચાર પસાર કરવા પણ નહીં આવવા દેવાય તેવી ચીમકી ઉપચાવામાં આવી છે….. પહેલા રોડ પછી વોટ…… ખેડૂતો ના પ્રશ્નો હલ કરવા સાથે ના અનેક પોસ્ટરો આ ગામ માં લગાવવા માં આવ્યા છે હવે જોવું એ રહ્યું કે આ ગામ ના મતદારો ને તેમની માંગણી મુજબ નો રસ્તો મળે છે..?…. કે પછી નેતાઓ ઠાલા વચનો આપી વોટ લઇ જશે..?

આ પણ વાંચો: Railway crossing closed: આદરજ મોતી-ગાંધીનગર વચ્ચે આવેલ રેલવે ક્રોસિંગ નં. 12 રહેશે બંધ, જાણો વિગતે…

Gujarati banner 01