barfani baba ambaji

Darshan of Amarnath in Ambaji: અંબાજીમાં આજે વિવિધ મંદિરોમાં બાબા બર્ફાની ના શિવભક્તોને અમરનાથના દર્શન કરાવ્યા

Darshan of Amarnath in Ambaji: અંબાજીમાં આજે વિવિધ મંદિરોમાં બાબા બર્ફાની ના અનોખા શિવલિંગ બનાવી શિવભક્તોને અમરનાથના દર્શન કરાવ્યા, રાજસ્થાની લોકોનો આજે છેલ્લો સોમવાર

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 08 ઓગસ્ટ:
Darshan of Amarnath in Ambaji: ઘણા લોકો ની મ્હેછાં પ્રમાણે બાબા બર્ફાનીના દર્શનાર્થે અમરનાથ પહોંચી શકતા નથી,20 ફૂટ લામ્બો બરફનો રસ્તો તૈયાર કરાયો હતો

સોમવારે શિવાલયોમાં દર્શનનો વિશેષ મહત્વ

રાજસ્થાની લોકોનો આજે છેલ્લો સોમવાર છે જયારે ગુજરાત વાસીઓ માટે શ્રાવણ મહિના નો બીજો સોમવાર છે ત્યારે સોમવારે શિવાલયોમાં દર્શનનો વિશેષ મહત્વ હોવાથી અંબાજી પંથકના શિવાલાયો માં ભારે ભીડ જોવા મળી હતી જોકે રાજસ્થાન વાસીઓ દ્વારા છેલ્લા સોમવારને લઈ શિવભક્તો ને આકર્ષવા શિવાલાયોમા અનોખી ઝાંખી બનાવતા હોય છે ત્યારે યાત્રાધામ અંબાજીમાં આજે વિવિધ મંદિરોમાં બાબા બર્ફાની ના અનોખા શિવલિંગ બનાવી શિવભક્તોને અમરનાથના દર્શન કરાવ્યા હતા

ઘણા લોકો ની મ્હેછાં પ્રમાણે બાબા બર્ફાનીના દર્શનાર્થે અમરનાથ પહોંચી શકતા નથી ત્યારે આયોજકો સ્થાનિક સ્થળે જ અમરનાથ જેવા બાબા બર્ફાનીના શિવલિંગ બનાવી અમરનાથ જેવા દર્શન ની અનુભૂતિ ચોક્કસ કરાવે છે એટલુંજ નહીં અંબાજીના માનસરોવરમાં માનેશ્વર મહાદેવ મંદિરમાં 4 ફૂટ ઊંચા બરફના શિવલિંગ બનાવવા માં આવ્યા હતા જયારે ગબ્બર રોડ ઉપર આપેશ્વર મહાદેવ મંદિર ખાતે 5 ફૂટ ઉપરાંતના કોટન (રૂ) ના શિવલિંગ બનાવી બાબા બર્ફાનીની ઝાંખી તૈયાર કરાઈ હતી જ્યાં 20 ફૂટ લામ્બો બરફનો રસ્તો તૈયાર કરાયો હતો જેના ઉપર ચાલી ભક્તો સ્થાનિક બાબા બર્ફાનીના દર્શન નો લ્હાવો લીધો હતો અને ભક્તો પણ ખાસ કરી.

Darshan of Amarnath in Ambaji

રાજસ્થાની શિવ ભક્તો આજે અંતિમ સોમવારે બાબા બર્ફાનીના દર્શન કરી ધન્યતા અનુભવતા જોવા મળ્યા હતા સાથે શિવાલયો માં ફરાળી પ્રસાદનો વિતરણ પણ કરવામાં આવ્યો હતો વહેલી સવાર થી વરસા ના કારણે સંખ્યા ઓછી હતી પણ સાંજ ના સમયેવરસાદ રોકાતા શિવાલયો માં ભક્તો ની ભીડ જોવા મળી હતી.

આ પણ વાંચો..CWG 2022 Update: ભારતના ખાતામાં આજે ચોથો ગોલ્ડ, ટેબલ ટેનિસમાં અને બેડમિન્ટનમાં પણ ગોલ્ડ મળ્યો

Gujarati banner 01