civil hospital ahmedabad

Death rate of corona patients:અમદાવાદ સીવિલ હોસ્પિટલમાં 2020માં અનુક્રમે 956 અને 2021માં 720 દર્દી કોરોનાથી મૃત્યુ પામ્યા- વાંચો સંપૂર્ણ અહેવાલ

Death rate of corona patients: રાજ્યમાં કોરોનાના સત્તાવાર મૃત્યુઆંક સામે રાજ્ય સરકારને કોરોનામાં નિરાધાર થયેલા બાળકોની સહાય અંગેની 27 હજાર 674 અરજીઓ મળી

અમદાવાદ, 24 માર્ચઃ Death rate of corona patients: આજે વિધાનસભાની શરૂઆત ઈનકલાબ ઝીંદાબાદના નારા સાથે થઈ હતી. જેમાં સૌ પ્રથમ પ્રશ્નોત્તરી માટે સમય ફાળવાયો હતો. રાજ્યમાં કોરોનાના સત્તાવાર મૃત્યુઆંક સામે રાજ્ય સરકારને કોરોનામાં નિરાધાર થયેલા બાળકોની સહાય અંગેની 27 હજાર 674 અરજીઓ મળી છે. જેમાંથી સરકારે 20 હજાર 970 અરજીઓ મંજુર કરી છે. જ્યારે ત્રણ હજાર અરજીઓ પડતર અને ત્રણ હજાર અરજીઓ નામંજુર કરાઈ છે. નિરાધાર બાળકોને રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ સહાય ચૂકવવામાં આવે છે.

કોંગ્રેસના ધારાસભ્યના સવાલનો રાજ્ય સરકારે લેખિતમાં જવાબ આપતાં જણાવ્યું હતું કે, કોરોના ટેસ્‍ટ માટે 2020 અને 2021માં RTPCR ટેસ્‍ટ માટેની 72 લાખ 3 હજાર કીટ અને રેપીડ ટેસ્‍ટ માટેની 1 કરોડ 59 લાખ 70 હજાર કીટ ખરીદવામાં આવી તે માટે 2020-21 માં 26 કરોડ 41 લાખ 78 હજાર 758 અને 2021માં રૂપિયા 291,45,82000 કીટ ખરીદવામાં આવી છે. મ્‍યુકરમાયકોસિસ બિમારી માટે ત્રણ લાખ 53 હજાર 34 નંગ વાયલ ખરીદવામાં આવ્‍યા તે માટે રૂપિયા 96 કરોડ 28 લાખ 43 હજાર 409 ચૂકવવામાં આવ્‍યા છે.

કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ વિધાનસભામાં આક્ષેપ કર્યો હતો કે, દેશમાં કોરોના ઘૂસ્યો અને સરકાર નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં વ્યસ્ત હતી.વડાપ્રધાને 22 માર્ચ 2020ના રોજ લોકડાઉન લાગુ કર્યું ત્યારે પણ ગુજરાત સરકાર અને તેમનો વિભાગ સુતો હતો. અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, જાન્યુઆરી 2020માં કેન્દ્ર સરકારે એડવાઇઝરી જાહેર કરી હતી, તે સમયે કોવિડની તૈયારી કરવાને બદલે આખી સરકાર નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં વ્યસ્ત હતી.

આ પણ વાંચોઃ IPS Nomination: IPS લેબમાં ઐતિહાસિક ઘટના, પહેલી વખત એકસાથે 20થી વધુ ગુજરાતી અધિકારી IPS માટે નોમિનેટ થશે

આ મામલે અરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, જાણે ટ્રમ્પ એ જ દુનિયાભરમાં કોરોના ફેલાવ્યો હોય તેવી વાતો કરવામાં આવે છે. આ મહામારીમાં રાજકારણ ના થવું જોઈએ. કૉંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે ગુજરાત સરકાર સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાને 22 માર્ચ 2020ના રોજ કોવિડ સંદર્ભે લોકડાઉન લાગુ કર્યું હતું, તે સમયે ગુજરાત સરકાર અને તેમનો વિભાગ સૂતો હતો, પરિણામે એપ્રિલમાં ટેસ્ટિંગ કીટના ઓર્ડર આપવામાં આવ્યા હતા. ફેબ્રુઆરી 2020માં ટેસ્ટિંગ ચાલુ કર્યું હોવાનું મંત્રી કહે છે પણ લેબોરેટરીની મંજૂરી જ ન હતી તો ટેસ્ટિંગ કેવી રીતે થયું હતું.

વિધાનસભામાં સરકાર સામે કોંગ્રેસે કોરોનાથી મૃત્‍યુના આંકડાઓ છુપાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. અમદાવાદ સીવિલ હોસ્‍પિટલમાં 2020માં અનુક્રમે 956 અને 2021માં 720 દર્દીઓના કોરોનાના કારણે મૃત્‍યુ થયા છે. અન્‍ય બિમારીના કારણે 2020માં 11 હજાર 124 અને 2021માં 14 હજાર 227 દર્દીઓના મૃત્‍યુ નોંધાયા છે

સને 2020 અને 2021માં 4 કરોડ 76 લાખ 74 હજાર 047 કયુબિક મીટર, 50 લાખ 53 હજાર 347 લિટર, 53 લાખ 78 હજાર 158 કિલો અને 93 મેટ્રીક ટન લિક્વીડ ઓક્સિજનની ખરીદી કરવામાં આવી. તે પેટે રૂપિયા 154.59 કરોડ ચૂકવવાના થાય છે. તેમાં રૂપિયા 150.49 કરોડ ચૂકવવામાં આવેલ છે અને રૂપિયા 4.10 કરોડ ચૂકવવાના બાકી છે. 2020-21 માં મે. HLL લાઈફકેર લિ. સપ્‍લાયર મારફત ધમણ-1, ધમણ-3, આગવા, અલાઈડ, બેલ, સ્‍વાસીત, લાઈફવેન્‍ટ અને અન્‍ય મળીને કુલ 7412 વેન્‍ટીલેટર દાનમાં મળેલ છે. જ્યારે 2305 નંગ વેન્‍ટીલેટર 125.13 કરોડના ખર્ચે ખરીદવામાં આવેલ છે. સૌથી વધુ ભાવ સીલ્‍લર હેલ્‍થકેર ઈન્‍ડીયા પ્રા. લિ. પાસેથી પ્રતિ નંગ 11.24 લાખ લેખે ખરીદી કરવામાં આવેલ છે.

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.