Gujarat police 600x337 1

IPS Nomination: IPS લેબમાં ઐતિહાસિક ઘટના, પહેલી વખત એકસાથે 20થી વધુ ગુજરાતી અધિકારી IPS માટે નોમિનેટ થશે

IPS Nomination: વર્ષ 2011ની બેચમાં DySP તરીકે ભરતી થયેલા 25 જેટલા અધિકારીઓને IPS નોમિનેશન માટેની ક્લિયરિંગ પ્રોસેસ પૂર્ણ થઈ ગઈ

અમદાવાદ, 24 માર્ચઃ IPS Nomination: એક સમયે ભાગ્યે જ કોઈ ગુજરાતી IPS માટે સિલેક્ટ થતા હતા, પરંતુ હવે સમય બદલાયો છે અને IPSમાં જનારા ગુજરાતીઓની સંખ્યા પણ વધવા લાગી છે. એમાં પણ હવે એકસાથે 20થી વધુ અધિકારી IPS માટે નોમિનેટ થવા જઈ રહ્યા હોવાની ઐતિહાસિક ઘટના આકાર લઈ રહી છે.

વર્ષ 2011ની બેચમાં DySP તરીકે ભરતી થયેલા 25 જેટલા અધિકારીઓને IPS નોમિનેશન માટેની ક્લિયરિંગ પ્રોસેસ પૂર્ણ થઈ ગઈ છે. નોમિનેશનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આવનારા સમયમાં એકસાથે 20થી વધુ ગુજરાતી અધિકારી IPS તરીકે ફરજ બજાવશે.

IPS માટે નોમિનેટ થનારા અધિકારીઓમાં સુરતના નાયબ પોલીસ કમિશનર પન્ના મોમાયા, અમદાવાદ શહેરના નાયબ પોલીસ કમિશનર(કંટ્રોલરૂમ) ડો.હર્ષદ પટેલ, અમદાવાદ શહેરના ઝોન-4 નાયબ પોલીસ કમિશનર રાજેશ એચ.ગઢિયા સહિત 25 DySPનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ Mango production prices: આ વર્ષે કેરીના ઉત્પાદનમાં ૩૦થી ૪૦ ટકા જેટલો ઘટાડો, સાથે કેરીનું આગમન પણ મોડું થશે જેથી કેરીના ભાવ પણ ઉંચા રહેશે

અત્યારસુધી ગુજરાતમાં IPS અધિકારીઓની નિમણૂક 2:1 રેસિયો પર થતી આવી છે, જેમાં ડાયરેક્ટ UPSC ક્લિયર કરનાર 2, GPSC ક્લિયર કરીને પ્રોમોશન લેનાર 1 IPS હોય છે, પરંતુ ગુજરાતના ઇતિહાસમાં એકસાથે 25 IPS બન્યા હોય એવું બન્યું નથી, પણ આ વખતે 2011ની બેચના DySP બનેલા GPSCના અધિકારીઓની બેચને આ લાભ મળશે.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, 2011ની બેચના પાસ થયેલા 36 DySP જિલ્લામાં SP તરીકે તેમજ શહેરમાં DCP તરીકે નિમણૂક પામ્યા છે, જેઓ ટૂંક સમયમાં મહત્ત્વની જગ્યા પર પણ હશે. આ પહેલાં ગુજરાત કેડરના ચાર IPS અધિકારી એવા સજ્જન સિંહ વી. પરમાર, અશોક મુનિયા, મયૂર ચાવડા અને ઉષા રાડાને IPS કેડર ફાળવવામાં આવી હતી.

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.