Patan CM science center

Dedication of Patan Regional Science Center: મુખ્યમંત્રીના હસ્તે પાટણ ખાતે રૂપિયા 100 કરોડના ખર્ચે ‘રિજિયોનલ સાયન્સ સેન્ટર’નું લોકાર્પણ

Dedication of Patan Regional Science Center: પાટણ – ગુજરાત સ્થાપના દિન

Dedication of Patan Regional Science Center: પાટણ જિલ્લાના વિદ્યાર્થીઓ સહિત વિજ્ઞાન પ્રેમીઓને રાજ્ય સરકાર દ્વારા અમૂલ્ય ભેટ – પાટણ જિલ્લાની વિશેષતાઓ સાથે નિર્માણ પામેલી ગેલેરીઓ કેન્દ્રનું આગવું આકર્ષણ

  • લેન્ડ ઓફ ડાયનાસોર – હાઇડ્રોપોનિક્સ – નોબેલ પ્રાઈઝ – કેમેસ્ટ્રી-ઓપ્ટિક્સ – હ્યુમન સાયન્સ ગેલેરીનો સમાવેશ

પાટણ, 01 મે: Dedication of Patan Regional Science Center: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ટેક્નોલોજી વિકસાવવાના ધ્યેયમંત્રને ચરિતાર્થ કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને પ્રયાસો થકી રાજ્યમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રચાર અને પ્રસાર માટે રાજ્યમાં ચાર સ્થળોએ રિજિયોનલ સાયન્સ સેન્ટરનું નિર્માણ થઇ ચૂક્યું છે.

આજે ‘ગુજરાત ગૌરવ દિવસ’ નિમિત્તે વિશ્વ પ્રસિદ્ધ પાટણ ખાતે ‘રિજિયોનલ સાયન્સ સેન્ટર’નું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.

મુખ્યમંત્રીએ સમગ્ર સેન્ટરની તમામ ગેલેરીઓને અત્યંત રસપૂર્વક નિહાળી હતી. સાથે સાથે બાળકો સાથે ફાઈવ- ડી થિયેટરની ગતિવિધિ પણ નિહાળી હતી. સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના સચિવ વિજય નેહરાએ સમગ્ર કેન્દ્રની મુખ્યમંત્રીને જાણકારી આપી હતી

આ પ્રસંગે શિક્ષણ અને સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી તથા સહકાર અને જિલ્લા પ્રભારી મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા.

Dedication of Patan Regional Science Center, CM Bhupendra Patel

અત્રે ઉલ્લેખનીય છે કે, (Dedication of Patan Regional Science Center) આ કેન્દ્ર વિજ્ઞાનના પ્રચાર – પ્રસાર, તકનિકી જાગૃતિ, સ્ટેમને લોકપ્રિય બનાવવા માટે વિધાર્થીઓ, શિક્ષકો અને સામાન્ય જનતા માટે એક મહત્વનું સ્થળ બની રહેશે. એટલું જ નહીં, ૩૪ હજાર ચોરસ મીટર ક્ષેત્રફળમાં ફેલાયેલું અને અંદાજે રૂપિયા ૧૦૦ કરોડના ખર્ચે તૈયાર થયેલું ‘રિજિયોનલ સાયન્સ સેન્ટર’ની રચના વિજ્ઞાન ટેકનોલોજી અને ગણિતના ક્ષેત્રને ધ્યાનમાં લઈને કરવામાં આવી છે. તેમજ અહીં આવેલ ગેલેરીઓ પાટણ જીલ્લાની વિશિષ્ટતાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. જેમાં લેન્ડ ઓફ ડાયનાસોર ગેલેરી, હાઇડ્રોપોનિક્સ ગેલેરી, નોબેલ પ્રાઈઝ ગેલેરી, કેમેસ્ટ્રી, ઓપ્ટિક્સ ગેલેરી, હ્યુમન સાયન્સ ગેલેરીનો સમાવેશ થાય છે.

Patan science city garden

આ ઉપરાંત અન્ય આકર્ષણોમાં વર્કશોપ, ૩-ડી થિએટર, વિજ્ઞાનની થીમ આધારીત પાર્ક, વૈદ્યશાળા, સનડાયલ અને કાફેટેરિયાનો પણ સમાવેશ થાય છે.

આ પણ વાંચો..State government increased DA: રાજ્યના કર્મચારી અને પેન્શનર્સ માટે સારા સમાચાર, સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો- વાંચો વિગત

સાથો – સાથ ઓપ્ટિકલ ઇલ્લીયુઝનની રોમાંચક દુનિયા ઓપ્ટિક્સ ગેલેરીમાં જોવા મળશે. અહીં ઇલ્લીયુઝન ટનલ, ઇન્ફિનિટી પીટ, ટીલ્ટેડ રૂમ સાયન્સ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર પણ બનશે.

ઉપરાંત આ (Dedication of Patan Regional Science Center) સાયન્સ સેન્ટરની મુલાકાત લેવા આવનારા સાયન્સ પ્રેમીઓને કરોડો વર્ષની જીવ સૃષ્ટિનો ઇતિહાસ ઘરાવતા જુરાસિક યુગનો અહેસાસ થશે. ભારતનો સૌથી ઊંચો 57 ફૂટ ઉંચાઇ ધરાવતો બ્રેકીઓસૌરસ ડાયનાશોર પણ મુલાકાતીઓનું આકર્ષણનું કેન્દ્ર બનશે.

આ સેન્ટર પાટણ જિલ્લા તથા આસપાસના જિલ્લાના સ્કૂલ, કોલેજ, આઇ.ટી.આઇ. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સાયન્સ અંગેની અભિરૂચી વધારવામાં પણ મદદરૂપ બનશે.

આ પ્રસંગે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ વિજય નેહરા, જિલ્લા કલેકટર તેમજ જિલ્લા વિકાસ અધિકારી ઉપરાંત અન્ય અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *