Ambaji

Demand for speed breaker: અંબાજી કોલેજ આગ઼ળ અકસ્માત નિવારવા આગળના સ્ટેટ હાઇવે પર સ્પીડ બ્રેકર બનાવવા માંગ

Demand for speed breaker: સ્પીડ બ્રેકર બનાવવામાં આવેલ પરંતુ નવો રોડ બનાવતા સ્પીડ બ્રેકરો દબાવી દેવામાં આવેલ છે અને નવા સ્પીડબ્રેકર બનાવવામાં આવેલ નથી

રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, ૧૦ ડીસેમ્બર: Demand for speed breaker: યાત્રાધામ અંબાજીમાં આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલિત અંબાજી આર્ટસ એન્ડ કૉમેર્સ કોલેજ માં હાલમાં 700 થી પણ વધુ વિધાર્થી અભ્યાસ કરે છે. આમા ના મોટા ભાગ ના વિધાર્થીઓ અંબાજી તથા અંબાજી આજુબાજુ ના વિસ્તારો ના છે. આ કોલેજ અંબાજી મુખ્ય ગામ થી આશરે 2 કી.મી. અંબાજી થી દાંતા તરફ જવાના માર્ગ પર આવેલ છે. કોલેજ આવવા તથા જવા સારું ગણા વિધાર્થી પોતાના સાધનો લઈને આવે છે અથવા તો અંબાજી ગામથી ચાલતા ચાલતા કોલેજ આવે છે. આ કોલેજ અંબાજી ના મુખ્ય હાઈવે માર્ગ ને અડીને આવેલ છે

ambaji 2

Demand for speed breaker: અંબાજી એક યાત્રા પ્રસિદ્ધ યાત્રાધામ હોય કોલેજની આગળના માર્ગ પરથી દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં વાહનો અવરજવર કરે છે હાલમાં જ કોલેજની સામેની સાઈડે સ્કૂલ બનાવવામાં આવેલ છે જે અંબાજી ગામ ના મુખ્ય સિવિલ હોસ્પિટલ તરફ જવાના માર્ગ સામેજ આવેલ છે આમ કોલેજ ની આગળ એ જે ક્રોસિંગ છે ત્યાં થઈને જ વિદ્યાર્થીઓ કોલેજ કોલેજ માં પ્રવેશતા હોય.

આ પણ વાંચો: World Peace Day: ભારત તીબ્બત સંઘ જામનગર દ્વારા લ્હાસા માર્કેટ માં વિશ્વ શાંતિ દિવસ ની ઉજવણી કરાઇ

આ મુખ્ય માર્ગ પર સ્પીડ બ્રેકર બનાવવા ખુબ જ જરૂરી છે કારણ કે દાંતા તરફથી અંબાજી તરફનો માર્ગ ઢોળાવો વાળો હોય અને આવનાર માણસોને કોલેજ અને સ્કૂલ તેમજ દવાખાના વિશેની જાણકારી ન હોય ખૂબ જ સ્પીડ માં વાહન ચલાવતા હોય છે જેના કારણે ભૂતકાળમાં આ કોલેજની આગળ અકસ્માત થયેલ જેમાં કોલેજના એક વિદ્યાર્થીનું મોત નિપજેલ હતુ ત્યારબાદ રોડ પર સ્પીડ બ્રેકર બનાવવામાં આવેલ પરંતુ નવો રોડ બનાવતા સ્પીડ બ્રેકરો દબાવી દેવામાં આવેલ છે અને નવા સ્પીડબ્રેકર બનાવવામાં આવેલ નથી.

આમાં ભવિષ્યમાં આવો કોઈ બનાવ ના બને તે માટે તેમ જ વિદ્યાર્થીઓની સુરક્ષા સારું કોલેજની આગળ માર્ગ પર સ્પીડ બ્રેકર બનાવવામાં આવે તેમજ અત્રે સ્કૂલ કોલેજ જતા હોસ્પિટલ છે તેવા ડેમ જ સ્પીડ લિમિટ ના સાઇનબોર્ડ લગાડવામાં આવે રેડ સિગ્નલ લગાડવામાં આવે તેવી વિદ્યાર્થીઓના હિતમાં માંગ કરાઈ.

Whatsapp Join Banner Guj