vaccine line vdr

Dharmguru Vaccination: ધર્મ સ્થળ કલ્લા શરીફના ધર્મગુરુઓએ જાતે કોવિડની રસી મૂકાવી અને સંસ્થા સંચાલિત ટ્રસ્ટ અને આરોગ્ય તંત્રની મદદથી જાહેર રસીકરણ કેમ્પ યોજયા

Dharmguru Vaccination: ધર્મ સ્થળ કલ્લા શરીફના ધર્મગુરુઓએ જાતે કોવિડની રસી મૂકાવી

અમદાવાદ, ૨૯ જૂન: Dharmguru Vaccination: કરજણ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં કલ્લા શરીફનું પવિત્ર ધર્મસ્થળ આવેલું છે જે મોટા જનસમુદાયની આસ્થા અને એકતાનું કેન્દ્ર છે. આ સ્થળના ધર્મગુરુઓ સૈયદ મુસ્તાકઅલી બાવા સાહેબ અને સૈયદ વાહિદઅલી બાવા સાહેબ,બંનેએ કોરોનાની રસી મૂકાવીને કોરોના સામે સુરક્ષિત રહેવા રસી લેવાની લોકોને પ્રેરણા આપી છે.

તેની સાથે આ સંસ્થાએ ધર્મગુરુઓ દ્વારા સામાજિક, શૈક્ષણિક અને સેવાકિય પ્રવૃત્તિઓ માટે સ્થાપિત ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટ અને સ્થાનિક ફૈઝ યંગ સર્કલના માધ્યમથી જિલ્લા આરોગ્ય તંત્રના ચોરંદા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાથે સંકલન કરીને સતત બે જાહેર રસીકરણ કેમ્પ યોજીને મુસ્લિમો સહિત તમામ સમુદાયોના ૧૩૪૩ લોકોને રસી રક્ષિત કર્યા છે.

Dharmguru Vaccination: આ કેમ્પમાં કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ, પૂર્વ ધારાસભ્ય સતીશ (નિશાળિયા) પટેલ અને જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના પૂર્વ અધ્યક્ષ નીલાબેન ઉપાધ્યાય અને મહાનુભાવોએ ઉપસ્થિત રહીને લોકોને રસી મૂકાવવા માટે પ્રોત્સાહિત કરવાની સાથે સંસ્થાને કેમ્પ યોજી અંતરિયાળ વિસ્તારના લોકોને ઘર આંગણે રસી લેવાની સુવિધા આપવા માટે બિરદાવી હતી.

દેશ દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.

પૂર્વ ધારાસભ્યએ આ આયોજનને આવકારતા જણાવ્યું હતું કે, તેના પગલે લઘુમતી સહિત આ વિસ્તારમાં વસતા તમામ સમુદાયોમાં કોરોનાથી બચવા રસી લેવાની જાગૃતિ આવી છે. ધર્મગુરુઓએ જાતે રસી લઈને લોકોને પ્રેરણા આપી છે. આ પ્રકારના આયોજનોથી ભારત સરકાર અને રાજ્ય સરકારના મહા રસીકરણ અભિયાનને ખૂબ ટેકો મળે છે. તેમણે રસી લેવાની જાગૃતિ બતાવનારા સહુને અભિનંદન આપ્યાં હતાં.

સંસ્થા દ્વારા જિલ્લા આરોગ્ય તંત્રના સહયોગ થી આયોજિત પ્રથમ કેમ્પમાં ૨૫૮ અને બીજા કેમ્પમાં ૧૦૮૫ લોકો રસી રક્ષિત થયાં હતાં.
ધર્મગુરુ સૈયદ મુસ્તાકઅલી અને વાહિદઅલી બાવાશ્રીએ લોકોને જાગૃતિ દાખવી કોરોનાની રસી લઇ લેવા અને કોરોના સામે સુરક્ષા મેળવવા ખાસ અનુરોધ કર્યો છે.

આ પણ વાંચોઃ SSC result: આજે રાત્રે ધો.10ના વિદ્યાર્થીઓનું જાહેર થશે ઓનલાઈન પરિણામ, અહીંથી મળશે રિઝલ્ટ