13072222 16x9

ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપ્રમુખ પદ છોડતા પહેલા 19 મિનિટનું વિદાય ભાષણ આપ્યું, નવા રાષ્ટ્રપતિ બાઈડેનને આપી શુભેચ્છાઓ

13072222 16x9

અમેરિકા, 20 જાન્યુઆરીઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપ્રમુખ પદ છોડતા પહેલા 19 મિનિટનું વિદાય ભાષણ આપ્યું હતું. જેમાં તેમણે થોડા દિવસ અગાઉ કેપિટલ ભવનમાં થયેલી હિંસાનો ઉલ્લેખ કર્યો હતો. અને તેને અમેરિકી મૂલ્યોની વિરુદ્ધનું ગણાવ્યુ હતુ. ટ્રમ્પે કહ્યુ હતુ કે કેપિટલ ભવન પર હિંસાથી દરેક અમેરિકી ભયભીત હતો. રાજનીતિક હિંસા તે તમામ મૂલ્યો પર હુમલો છે જે મુલ્યોને આપણે જીવીએ છીએ,આ કયારેક ચલાવી ન શકાય. હવે આપણે અગાઉથી વધુ સાથે મળીને રહેવાનું છે.

Whatsapp Join Banner Guj

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની ફેરવેલ સ્પીચ દરમિયાન ચીનનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, અમે ચીન સાથે ઐતિહાસિક વ્યાપાર કરાર કર્યો હતો. જે સાથે જ નવી સમજૂતીઓ પણ કરી. આપણી વ્યપાર નીતિ ઝડપથી બદલતી ગઈ છે. જેના કારણે અરબો રૂપિયો અમેરિકાને મળ્યા હતા.પરંતુ કોરોના વાયરસે આપણને બીજી દિશમાં વિચારવા માટે મજબૂર કર્યા હતા.

GEL ADVT Banner

વધુમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ કે, આપણે બધાએ અમેરિકાને ફરીથી મહાન બનાવવા માટે એક મિશન શરૂ કર્યુ, અમે દુનિયાના ઈતિહાસમાં સૌથી મોટી અર્થવ્યવસ્થાનું નિર્માણ કર્યુ છે. તેમણે વધુમાં કહ્યુ કે તેઓને દશકો બાદ એવા પહેલા રાષ્ટ્રપતિ હોવા પર ગર્વ છે કે, જેઓએ કોઈ નવી લડાઈ શરૂ કરી નથી.

આ પણ વાંચો..

સરકારે લીધો મહત્વનો નિર્ણયઃ પાર્લામેન્ટ કેન્ટીનને મળવા વાળી ફૂડ સબસીડીને બંધ કરી, 8 કરોડ રુપિયાની થશે બચત