add103bd 8d9b 46fe 9b3a 66d3538ccaf3

રામજન્મભૂમિ સ્થળ પર વિશાળ રામમંદિર નિર્માણ માટે દાન આપનાર દાતાઓનું કરવામાં સન્માન

add103bd 8d9b 46fe 9b3a 66d3538ccaf3

અહેવાલઃ જગત રાવલ
જામનગર, 18 જાન્યુઆરીઃ શ્રીરામ જન્મભૂમિ નિધિ સમર્પણ સમિતિ જામનગર દ્વારા અયોધ્યામાં ભવ્ય મંદિર નિર્માણ માટે વિશાળ હૃદય સમર્પણ કરનારા દાતાઓને સ્મૃતિ ચિન્હ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો.

જામનગરમાં અભિયાનના પ્રથમ જ દિવસે ખૂબ ઉત્સાહ સાથે મોટા સમર્પણથી આ અભિયાનનો પ્રારભ થયો. નિધિ સમર્પણ સમિતિ કાર્યાલય પર દાતાઓ ઉપસ્થિત રહી અંદાજે 44,40000 જેટલી રકમનું અનુદાન આપેલ હતું.

આ કાર્યક્રમમાં સમિતિના અભિયાન અધ્યક્ષ ભરતભાઈ ફલીયા તથા ભરતભાઈ મોદી દ્વારા પૂજ્ય સંતોનો પુષ્પમાળા દ્વારા વંદન કરવામાં આવ્યું હતું.

ઉપસ્થિત તમામ દાતા ઓને શ્રી રામ જન્મભૂમિ અયોધ્યાના મંદિરની છબી પ્રતિક સ્વરૂપે આપી ઉપસ્થિત સંતો શ્રી ચત્રભુજ દાસ સ્વામી – શ્રી સ્વામિનારાયણ મંદિર તથા શ્રી લક્ષ્મણ દેવજી મહારાજ – ખીજડા મંદિર દ્વારા સ્મૃતિ ચિન્હ આપવામાં આવ્યા હતા.

સંતો દ્વારા દાતાઓ અને આ કાર્યમાં લાગલે કાર્યકર્તાઓને આશિર્વચન આપ્યા અને છોટી કાશીના લોકોને ફરીથી આહવાન કરેલ છે આવો શુભ અવસર ફરી નહી આવે જો જો આપણે ચૂકી ન જઈ તે અંગે અપીલ કરવામાં આવી હતી.

Whatsapp Join Banner Guj
  • પ્રથમ દિવસે જ આ કાર્ય માટે ઉત્સાહ દાખવનાર દાતાશ્રીઓ ના નામ આ પ્રમાણે છે જે આપણા સૌ સમાજ માટે પ્રેરણારૂપ છે.
  • સ્નેહલ ભાઈ ગોહિલ,
  • નીતિનભાઈ ફળદુ,
  • ભરતભાઇ મોદી,
  • દ્વારકાદાસ ભાઈ રાયચુરા,
  • વજુભાઈ પાબારી – સૌરાષ્ટ્ર બોક્સાઇડ,
  • સરદાર સિંહ જાડેજા,
  • ભાણજીભાઈ પાંભર ,
  • વિઝન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક,
  • મનસુખભાઈ દેવાણી,
  • પેથોલોજી વિભાગ શ્રી એમ પી શાહ મેડિકલ કોલેજ,
  • ડો. કે એમ આચાર્ય,
  • નવાનગર કો-ઓપરેટિવ બેન્ક ,
  • રમેશભાઈ રાણીપા,
  • રાજુભાઇ ચાંગાણી.

શ્રીરામ જન્મભૂમિ નિધિ સમર્પણ સમિતિ જામનગર આ સૌ દાતાઓને આ શુભ અવસર ઝડપી લેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

આ પણ વાંચો…

શાકાહારી તથા આ બ્લડ ગ્રુપ ધરાવનારા લોકોમાં કોરોનાનો ભય ઓછો જોવા મળ્યોઃ રિસર્ચ