E Launch Of Development Works by CM Bhupendra Patel

E-Launch Of Development Works by CM Bhupendra Patel: અમિત શાહના સંસદીય વિસ્તારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરોડોથી વધુના ખાતમુહૂર્ત અને લોકાર્પણ સંપન્ન

E-Launch Of Development Works by CM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂ.૪૦૨ કરોડના ખર્ચે અમદાવાદ જિલ્લાના સાણંદ, બાવળા, વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારમાં સિંચાઈ સુવિધા માટેના કામોનું ઈ -ખાતમુહૂર્ત તેમજ રૂ. ૩૦૦ કરોડથી વધુના ખર્ચે સાણંદ વિધાનસભા મતવિસ્તારના વિવિધ વિકાસકાર્યોનું ઈ-ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું

ગાંધીનગર, 13 ફેબ્રુઆરીઃ E-Launch Of Development Works by CM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રૂ.402 કરોડના ખર્ચે અમદાવાદ જિલ્લાના સાણંદ, બાવળા, વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારમાં સિંચાઈ સુવિધા માટેનાં કામોનું ખાતમુહૂર્ત તેમજ રૂપિયા ૩૦૦ કરોડથી વધુના ખર્ચે સાણંદ વિધાનસભા મતવિસ્તારના વિવિધ પ્રકારનાં વિકાસનાં કામોનું ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ સાણંદ ખાતેથી કરાયું હતું.

આ પ્રસંગે જનસભાને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈની જોડીએ દેશના નાગરિકોને સુ-રાજ્ય ગવર્નન્સની પ્રત્યક્ષ અનુભૂતિ કરાવી છે. દેશના આ બે સપૂતોએ છેવાડાના માનવી સુધી કેવી રીતે વિકાસ પહોંચી શકે, એ દેશ અને દુનિયાને બતાવ્યું છે, જેનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ આજે એક જ દિવસમાં રૂપિયા ૭૦૦ કરોડથી વધુના ઈ-ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો છે.

આ સાથે અમદાવાદ જિલ્લાના સાણંદ, બાવળા, વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારમાં સિંચાઈ સુવિધા માટેના કામોનું ખાતમુહૂર્ત થકી આ વિસ્તારના ૪૦ વર્ષ જૂના પ્રશ્નોનું નિરાકરણ પણ આવ્યું છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, અમદાવાદ જિલ્લાના સાણંદ, બાવળા, વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારમાં સિંચાઈ સુવિધા માટે ખેડૂતોને પાણી મળી રહે એ માટે રૂ. ૪૦૨ કરોડના ખર્ચે સિંચાઈની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ કામ માટેનો વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે અને આ કામ પૂર્ણ થવાથી આ નળકાંઠા વિસ્તારના ૩૯ ગામોને નર્મદાનું પાણી મળતું થશે, એવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યકત કર્યો હતો.

મુખ્યમંત્રીએ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થયેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના આવાસોના લોકાર્પણની વાત કરતા કહ્યું કે, ૧૦મી ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૧ લાખ ૩૨ હજાર જેટલા પ્રધાનમંત્રી આવાસનું લોકાર્પણ કર્યું અને ૧૦ લાખ લોકોને માર્ગદર્શન પૂરું પાડ્યું છે. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના સંસદીય વિસ્તારમાં અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ-ઔડા દ્વારા સાણંદ ખાતે રૂપિયા ૮૩.૮૧ કરોડના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બનાવવામાં આવી રહેલા ૭૫૬ ઇ.ડબલ્યુ.એસ આવાસનો ડ્રો સંપન્ન થયો છે.

અમિત શાહના સંસદીય વિસ્તારમાં થયેલાં વિકાસ કામોની વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, છેવાડાના માનવી માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવાની હોય કે પછી રોડ, રસ્તા જેવા કોઈપણ પ્રજાલક્ષી કામ હોય અમિત શાહે હંમેશાં દરેક કામને પ્રાધાન્ય આપીને સમયસર તેને પૂર્ણ કર્યું છે. આખા દેશનું ધ્યાન રાખવાની સાથે અમિત શાહ પોતાના સંસદીય વિસ્તારનું પણ એટલું જ ધ્યાન રાખી રહ્યા છે. તેમણે પોતાના ગાંધીનગર લોકસભા વિસ્તારમાં પર્યાવરણ અનુરૂપ કુલ ૨૩,૦૦૦થી પણ વધુના વિકાસ કામોની ભેટ નાગરિકો તેમજ ગ્રામજનોને આપી છે.

આ પણ વાંચો… Pradhan Mantri Kisan Samman Nidhi Yojana: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના ખેડૂત લાભાર્થીઓ માટે ઈ-કેવાયસી ફરજીયાત

આ પ્રસંગે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા પર વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, આજે સમગ્ર દુનિયા ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી વાફેક છે. એટલું જ નહીં વરસાદની પેટર્ન પણ બદલાઈ ગઈ છે ત્યારે આવા સંજોગોમાં વૃક્ષો વાવવા અને વૃક્ષોનું જતન કરવું ખૂબ જરૂરી છે એવી અપીલ પણ ગ્રામજનોને કરી હતી. આ સાથે ગાંધીનગર લોકસભા દેશની સર્વશ્રેષ્ઠ લોકસભા બને એ દિશામાં તમામ કામો થઈ રહ્યા છે, એમ તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે સરદાર સરોવર નર્મદા નિગમ લિ.ના મેનેજિંગ ડિરેક્ટર મૂકેશ પુરીએ કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ જિલ્લાના સાણંદ, બાવળા, વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારમાં ખેડૂતોને સિંચાઈ સુવિધા માટે પાણી મળી રહે એ માટે પ્રથમ ફેઝનું રૂ.૪૦૨ કરોડના ખર્ચે ખાતમુહૂર્ત સંપન્ન કર્યું છે.

સિંચાઇ સુવિધા માટે ખેડૂતો દ્વારા સતત માંગણી કરવામાં આવી રહી હતી ત્યારે રાજ્ય સરકારે આ નળકાંઠા વિસ્તારને નર્મદા કમાન્ડમાં સમાવેશ કરીને ખેડૂતોને સિંચાઈ સુવિધા માટે પાણી પૂરું પાડ્યું છે. એટલું જ નહીં બે તબક્કામાં આ કામ પૂર્ણ થશે, જેના માટે અંદાજિત કુલ રૂ.૧૪૨૯ કરોડ ફાળવવામાં આવ્યા છે. પ્રથમ ફેઝમાં રૂ. ૪૦૨ કરોડના ખર્ચે તેમજ બીજા ફેઝમાં રૂ. ૧૦૨૭ કરોડના ખર્ચે કેનાલના નેટવર્કનું કામ પૂર્ણ કરી ખેડૂતોને સિંચાઈની સુવિધા આપવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ જિલ્લાના સાણંદ, બાવળા અને વિરમગામ તાલુકાના નળકાંઠાના છેવાડાના ગામોને નર્મદા કમાન્ડમાં સમાવેશ કરી પાઇપલાઇન અને કેનાલ મારફતે સિંચાઇ સુવિધા આપવા માટે નર્મદા નહેર અને ફતેવાડી નહેર યોજના વિસ્તારમાં સિંચાઇ વ્યવસ્થા સુદૃઢ કરવામાં આવી છે. આ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રૂ.૪૦૨ કરોડના ખર્ચે અમદાવાદ જિલ્લાના સાણંદ, બાવળા, વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારમાં સિંચાઈ સુવિધા માટેના કામોનું ખાતમુહૂર્ત સંપન્ન થયું છે.

આ નળકાંઠા વિસ્તારમાં સિંચાઈ સુવિધા મળવાથી અમદાવાદ જિલ્લાના સાણંદ, બાવળા, વિરમગામ તાલુકાના નળકાંઠાના કુલ ૩૯ જેટલા ગામોને લાભ મળશે. જેમાં અંદાજે કુલ ૩૫૦૦૦ હેકટરમાં સાણંદ તાલુકાના ૧૪ ગામો, બાવળા તાલુકાના ૧૨ ગામો અને વિરમગામ તાલુકાના ૧૩ ગામોનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમિતભાઇ શાહના સંસદીય વિસ્તારમાં કુલ રૂપિયા ૩૦૦ કરોડથી વધુનાં વિકાસ કાર્યોનું ઈ- લોકાર્પણ અને ઈ-ખાતમુહુર્ત થયું છે. ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત થનાર વિકાસકામોની વિગતોની વાત કરીયે તો, કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની વિવિધ ગ્રાન્ટમાંથી સાણંદ અને બાવળા નગરપાલિકા વિસ્તારમાં રૂ. ૪.૧૭ કરોડના વિવિધ ૦૬ જેટલા કામોનું ઇ-લોકાર્પણ અને રૂ. ૫૯.૧૨ કરોડના વિવિધ ૦૮ કામોનું ઇ-ખાતમુહર્ત કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત જિલ્લા આયોજનની વિવિધ ગ્રાન્ટમાંથી સાણંદ, બાવળા અને દસક્રોઇ તાલુકામાં રૂ. ૧.૦૬ કરોડના વિવિધ ૨૯ કામોનું ઇ-લોકાર્પણ અને રૂ. ૦.૬૮ કરોડના વિવિધ ૧૮ કામોનું ઇ-ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ જિલ્લાની પંચાયતો હસ્તકની વિવિધ ગ્રાન્ટમાંથી સાણંદ, બાવળા અને દસક્રોઇ તાલુકામાં રૂ. ૧.૪૮ કરોડના વિવિધ ૫૭ કામોનું ઇ-લોકાર્પણ અને રૂ. ૫૩.૫૦ કરોડના વિવિધ ૩૨ કામોનું ઇ-ખાતમુહર્ત તેમજ સાણંદ ખાતે યુ.એન.એમ. ફાઉન્ડેશનના સી.એસ.આર. અંતર્ગત રૂ. ૧.૨૦ કરોડના ખર્ચે કેશરડી ગામના લેક બ્યુટીફિકેશન અંતર્ગત નિર્માણ પામેલા બાળ ક્રીડાંગણ તથા સ્મશાન ગૃહનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા સાણંદ ખાતે ૮૩.૫૧ કરોડના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બનાવવામાં આવી રહેલા ૭૫૬ ઇડબલ્યુએસ આવાસનો ડ્રો થયો છે.

આ સાથે ઔડા દ્વારા ગાંધીનગર લોકસભા વિસ્તાર સાણંદ, કલોલ, દસક્રોઈ તથા ગાંધીનગર તાલુકાના ૫૩ ગામોમાં રૂપિયા ૯.૭૫ કરોડના ખર્ચે સદભાવના ફંડ હેઠળના કામોનું ઈ- ખાતમુહૂર્ત અને ઓડા દ્વારા સરદાર પટેલ રિંગરોડ પરના ઓગણજ જંકશન પર રૂપિયા ૭૬.૬૧ કરોડના ખર્ચે ત્યાર થનાર અંડરપાસનું ઈ- ખાતમુહૂર્ત તેમજ દ્વારા સાણંદ ખાતે રૂ. ૧૨.૮૧ કરોડના ખર્ચે તૈયાર થનાર ડેવલોપમેન્ટ ઓફ ગઢીયા લેકનું ઈ- ખાતમુહૂર્ત મુખ્યમંત્રીના હસ્તે થયું છે.

આ અવસરે વિરમગામના ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ, સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલ, અમદાવાદ જિલ્લા પંચાયત પ્રમુખ કંચનબા વાઘેલા, અમદાવાદ કલેકટર પ્રવીણા ડી.કે, સરદાર સરોવર નર્મદા નિગમ લિ.ના ચેરમેન કે. કૈલાશનાથન, સરદાર સરોવર નર્મદા નિગમ લિ.ના મેનેજિંગ ડિરેક્ટર મૂકેશ પુરી, અમદાવાદ સિંચાઈ વિભાગના અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો