Earthquake graph

Earthquake in Gir: કચ્છ બાદ ગીર પંથકમાં ધરા ધ્રૂજી, લોકો દોડીને ઘરની બહાર ભાગ્યા

Earthquake in Gir: આગામી દિવસોમાં કચ્છ વિસ્તારમાં પણ ભૂકંપના આંચકા આવી શકે તેવું કચ્છ યુનિવર્સિટીના સિસ્મોલોજી રિસર્ચ દ્વારા અનુમાન લગાડવામાં આવ્યું છે

જૂનાગઢ, 08 માર્ચઃEarthquake in Gir: છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્ર પંથકમાં આફ્ટરશોક સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. ત્યારે અમરેલી જિલ્લાના ખાંભા અને ગીર પંથક સહિત મિતિયાળા અભ્યારણ નજીકના ગામડાઓમાં ગત રાત્રિના સમયે ભૂકંપના આંચકા અનુભવાયા હતા, ત્યારે ભૂકંપના આંચકા આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જોકે, આગામી દિવસોમાં કચ્છ વિસ્તારમાં પણ ભૂકંપના આંચકા આવી શકે તેવું કચ્છ યુનિવર્સિટીના સિસ્મોલોજી રિસર્ચ દ્વારા અનુમાન લગાડવામાં આવ્યું છે.

ખાંભા અને ગીર પંથક સહિત મિતિયાળા અભ્યારણ નજીકના ગામડાઓમાં ગત રાત્રિના 10:23 અને 10:26, આ 2 સમયે ભૂકંપના આંચકા આવ્યા હતા. જેમાં ખાંભા, નાનુડી, ભાડ, વાંકીયા અને સાવરકુંડલાના મિતીયાળા, અમભરામપરા અને બગોયામાં લોકોએ ભૂકંપનો આંચકો અનુભવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ભૂકંપના આંચકા આવતા જ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. આ સાથે જ ગીર કાંઠાના ગામડાઓમાં ભૂકંપના ઝટકાથી લોકોમાં ભય ફેલાયો છે.

આ પણ વાંચોઃ Cholera disease: આ શહેરમાં રોગચાળો ફાટ્યો, બાળકો સહિત 60 લોકો થયા રોગના શિકાર, એક બાળકનુ થયુ મોત

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.