Banner Hasmukh Patel Harsh

Parakh: સીધો છાતી પર વાર કરે, હોય એવા દુશ્મન તો..

‘ પરખ‘(Parakh) ચેતવે છળબંધનથી

Parakh: સીધો છાતી પર વાર કરે ,હોય એવા દુશ્મન તો ; 
પીઠ પાછળ ઘા કરનાર. આ દોસ્તની પરવા નથી.

ભલે અટવાય શરુઆત , મળે પ્રાસના શબ્દ તો ; 
મૂંઝવી નાખનાર કોઈ પણ ,શ્લોકની પરવા નથી. 

છોને પથ્થર ઉછાળે , પ્રગટે ફૂલની સુવાસ તો ; 
બેરહમ સમા જલ્લાદની ,હવે કોઈને પરવા નથી . 

હરપળ જૂઠના સહારે ,મળે આવા સાથીઓ તો ; 
કોઈકનું  સારું કરવા , જૂઠ કહેનારની પરવા નથી .

હોય વિરોધી ગઈ કાલ સુધી , આજે ગળે મળે  તો ;
‘ પરખ‘ ચેતવે છળબંધનથી , દંભીઓને પરવા નથી .

એકબીજાને ખુશ કરે ,  રચાય એવા ગઠબંધન તો ; 
પરિણામ જોયું ને ‘હર્ષ ‘, આવાની દેશને પરવા નથી .

આ પણ વાંચો:- Swamiji ni Vani part-25: શું તમે સુખી જીવન જીવવા માંગો છો? તો આ લેખ તમારા માટે ઉપયોગી થશે

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *