ambaji gabbar

Eighth Patotsav at ambaji Gabbar: અંબાજીમાં ગબ્બર ખાતે આઠમો પાટોત્સવ 15 ફેબ્રુઆરીએ યોજાશે

Eighth Patotsav at ambaji Gabbar: અંબાજીમાં ગબ્બર ખાતે આવેલ શ્રી 51 શકિતપીઠ મંદિરો નો આઠમો પાટોત્સવ 15 ફેબ્રુઆરીએ યોજાશે

  • Eighth Patotsav at ambaji Gabbar: પાટોત્સવમાં ત્રીદિવસીય વિવિધ ધાર્મિક કાર્યક્રમો કારોના ને લઈ રદ્દ કરાયા
  • મુખ્યત્વે માતાજીની પાલખી યાત્રા, સાથે ધજાઆરોહણ કરવામાં આવશે

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 13 ફેબ્રુઆરી:
Eighth Patotsav at ambaji Gabbar: અંબાજી માં ગબ્બર ખાતે આવેલ શ્રી 51 શકિતપીઠ દર્શન પક્રિમાનો આઠમો પાટોત્સવ મહાસુદ ચૌદસના 15 ફેબ્રુઆરી ના રોજ યોજાનાર છે .જોકે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આ પાટોત્સવ માં ત્રીદિવસીય વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવા નક્કી કરાયુ હતુ છેલ્લી ઘડીએ કોરોના નુ સક્રમણ વધુ નફેલાય અને સરકારની એસઓપી નુ ઉલંઘલ ન થાય તેમાટે તમામ કાર્યક્રમો રદ્દ કરી એક દિવસના પાટોત્સવ નો કાર્યક્રમ પુર્ણ કરશે ને બાકી ના તમામ કાર્યક્રમો રદ્દ રાખવામાં આવેલ છે

આગામી 15 ફેબ્પુઆરી ના રોજ મુખ્યત્વે માતાજીની પાલખી યાત્રા સવારે 9.00 કલાકે ગબ્બર સર્કલ થી પ્રારંભ કરીને સમગ્ર પરિક્રમા માર્ગમાં પરિભ્રમણ કરશે . આ યાત્રામાં ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ ,સહિત યાત્રાળુઓ પણ જોડાશે . શક્તિપીઠના પાટોત્સવ નિમિત્તે સુધી ગબ્બર ટોચ , શકિતપીઠ મંદિરો માં ત્રણ જગ્યા એ ખાતે વિશિષ્ટ યજ્ઞ પણ કરવામાં આવશે ,ને વિધી વિધાન સાથે ધજાઆરોહણ પણ કરવામાં આવશે.

Gabbar shakti pith,Eighth Patotsav at ambaji Gabbar

ગબ્બર પરિક્રમા કરવાથી તમામ 51 શકિતપીઠના એક સાથે ,એક જ સ્થળે દર્શનનો મહાલાભ મળે તેવા આશય થી તત્કાલિન મુખ્યમંત્રી અને હાલ ના વડાપ્રધાન મોદી નુ આ એક સ્વપ્ન હતુ ને જે સાર્થક બન્યુ છે ને આ આઠમો પાટોત્સવ સાદગી પુર્ણરીતે મનાવવા માં આવશે.

Gujarati banner 01