5 days off kevadia for tourists statue of unity

Ek Nagar-Sreshta Nagar Ekta Nagar: સ્ટેચ્યુ ઓફ યુનિટી ટીમ “એક નગર-શ્રેષ્ઠ નગર એકતાનગરને પરિપૂર્ણ કરવા નેમ લીધી

Ek Nagar-Sreshta Nagar Ekta Nagar: ૯૧૦૦૦ કમલમ છોડનું વિતરણ પ્રવાસીઓ અને ખેડુતોને કરવામાં આવશે

એકતાનગર, 04 નવેમ્બરઃ Ek Nagar-Sreshta Nagar Ekta Nagar: ૩૧ ઓક્ટોબરના રોજ લોખંડી પુરૂષ સરદાર પટેલની જન્મ જયંતિ નિમિતે કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિનના ઉજવણીના ભાગરૂપે વિવિધ પ્રોજેક્ટોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિરસમાં નિર્માણ પામેલા કમલમ પાર્કને લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રેરક માર્ગદર્શન હેઠળ સ્ટેચ્યુ ઓફ યુનિટી ટીમે “એક નગર- શ્રેષ્ઠ નગર એકતાનગરને પરિપૂર્ણ કરવા નેમ લીધી છે, જેને લઇ વિવિધ કાર્યોનો આરંભ ટીમ દ્વારા કરવામાં આવી રહ્યો છે. વડાપ્રધાનના પ્રેરક ઉદબોધનથી પ્રેરિત થઇ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટીમમા એક નવી ઉર્જાનો સંચાર થઇ રહ્યું હોય એવું નજરે પડી રહ્યું છે.

વડાપ્રધાનના માર્ગદર્શનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં બનાવેલા નવિન પ્રોજેક્ટો પર SOUની ટીમ જીણવટભર્યુ કામ કરી રહી છે,પ્રોજેક્ટો થકી પ્રવાસીઓ, ખેડુતો અને આજુ બાજુના વિસ્તારના લોકોને થતાં ફાયદાઓ વિશે જણીએ દિશામાં કામ કરી રહી છે.

કમલમ પાર્ક ખેડૂતોની આવક વધારવા અને આજીવિકાનો નવો વિકલ્પ પૂરો પાડવાનો વડાપ્રધાનના વિઝનથી પ્રેરિત પ્રોજેક્ટનો આરંભ કરવામાં આવ્યો છે, ત્યારે આ પ્રોજેક્ટથી થતાં ફાયદો વિશે લોકોને જાગૃત કરવાનું કાર્ય સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટીમ કરી રહી છે..વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દિશા સુચક વ્યક્તવ્યથી પ્રેરિત થઇ સ્ટચ્યુ ઓફ યુનિટીની ટીમ એકતા, નિષ્ઠા અને આત્મિયતાથી કાર્ય કરી રહી છે

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના શુષ્ક પ્રદેશમાં કમલમની ખેતીને પ્રોત્સાહન આપવા અને તેના ફળદાયી પરિણામો પર વડાપ્રધાનની પહેલ છે. પ્રાયોગિક ધોરણે નર્મદા જિલ્લામાં આ ફળની રજૂઆત અને ભવિષ્યમાં તેના આશાસ્પદ પરિણામો પર પ્રકાશ પાડે છે.

આ પણ વાંચો… Festival Special Trains: રાજકોટ-બરૌની અને વેરાવળ-સુરત વચ્ચે દોડાવવામાં આવશે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો