Farmer image

ખેડૂતો માટે આનંદોઃ રાજ્યના તમામ ખેડૂતો(Farmers) માટેના સરકારના ૪ ટકા વ્યાજ રાહતની રકમ રાજ્ય સરકાર ચૂકવશે, વાંચો વધુમાં શું કહ્યું મુખ્યમંત્રીએ?

  • કોરોના કપરા કાળમાં રાજ્યના ખેડૂતો(Farmers)ને પાક ધિરાણની રકમ ચૂકવવામાં રાહત : પાક ધિરાણ ભરપાઈ કરવાની મુદત તા. ૩૦ જૂન સુધી લંબાવાઇ
  • મુખ્ય મંત્રીના આ કૃષિ હિતલક્ષી નિર્ણયના પરિણામે રાજ્ય સરકાર ખેડૂતો(Farmers) પરના વ્યાજ રાહતનો વધારાનો કુલ રૂા. ૨૪૧.૫૦ કરોડનો ખર્ચ ભોગવશે

ગાંધીનગર, 03 જૂનઃ કોરોનાના કપરાકાળમાં મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના ખેડૂતો(Farmers)ને પાક ધિરાણની રકમ ચુકવવામાં રાહત આપતો મહત્વપૂર્ણ ખેડૂત હિતલક્ષી નિર્ણય લીધો છે. રાજયની નેશનલાઇઝડ, રિજીયોનલ રૂરલ બેંકો કે સહકારી, ખાનગી બેંકો પૈકી કોઇપણ બેન્કમાંથી ખેડૂતો(Farmers) દવારા લીધેલ ટૂંકી મુદતના પાક ધિરાણ ભરપાઇ કરવાની મુદત તા. ૩૦ જૂન સુધી લંબાવીને રાજ્યના ધરતીપુત્રોને મોટી આર્થિક રાહત આપતો આ સંવેદનશીલ નિર્ણય વિજયભાઈ રૂપાણી દ્વારા લેવામાં આવ્યો છે.

Farmers

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એવો નિર્ણય પણ કર્યો છે કે રાજયના આવા તમામ ખેડૂતો(Farmers) માટે રાજ્ય સરકારના ૪ ટકા વ્યાજ રાહતની રકમ રાજ્ય સરકાર ચૂકવશે. આ કિસાન હિતકારી નિર્ણયના પરિણામે ખેડૂતો પરના વ્યાજ રાહતનો વધારાનો અંદાજિત રૂ. ૨૪૧.૫૦ કરોડનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. રાજ્યના કૃષિ કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આ અંગેની યાદીમાં વધુમાં જણાવાયું છે કે નાબાર્ડની ક્રેડીટ પોલીસી મુજબ રાજ્યમાં ખેડૂતોને ટૂંકી મુદતનું પાક ધિરાણ, ધિરાણ સંસ્થાઓ મારફત ૭ ટકાના દરે પુરૂં પાડવામાં આવે છે જે પૈકી સમયસર ધિરાણ પરત ભરપાઇ કરતાં ખેડૂતોને ૩ ટકા વ્યાજ રાહત ભારત સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે. જયારે ૪ ટકા વ્યાજ રાહત ગુજરાત સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે. પરિણામે ગુજરાત રાજ્યના આવા ખેડૂતો(Farmers)ને ઝીરો ટકા વ્યાજ દરે પાક ધિરાણ ઉપલબ્ધ થાય છે.


Covid-19ના સેકન્ડ વેવમાં માર્ચ-ર૦ર૧થી મહામારીના કેસોમાં વધારો થયેલ છે. જેના પરિણામે ચાલુ વર્ષે ખેડૂતો(Farmers) દ્વારા તા. ૩૧-૦૩-ર૦ર૧ સુધીમાં ધિરાણ પરત ભરપાઇ ના કરી શકે તેવી પરિસ્થિતિ ઉદ્દભવી છે. આ સંજોગોમાં તા. ૦૧-૦૪-ર૦ર૦ થી તા. ૩૦-૦૯-ર૦ર૦ સુધીનું પાક ધિરાણ લીધેલું હોય તેવા રાજયના તમામ ખેડૂતો માટે પાક ધિરાણની રકમ પરત ભરપાઇ કરવાની મુદત તા. ૩૦-૦૬-ર૦ર૧ સુધી વધારવા અંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આના પરિણામે રાજયના કોઇપણ ખેડૂત દ્વારા નેશનલાઇઝડ, રિજીયોનલ રૂરલ બેંક, સહકારી બેન્ક કે ખાનગી બેન્ક પૈકી કોઇપણ બેન્કમાંથી તા. ૦૧-૦૪-ર૦ર૦ થી તા. ૩૦-૦૯-ર૦ર૦ સુધીમાં પાક ધિરાણ લીધેલું હશે તેવા પાક ધિરાણની રકમ પરત ભરપાઇ કરવાની મુદત તા. ૩૦-૦૬-ર૦ર૧ સુધી વધારવામાં આવી છે.

ADVT Dental Titanium


તા. ૦૧-૦૪-ર૦ર૧ થી તા. ૩૦-૦૬-ર૦ર૧ સુધીમાં લહેણી થયેલ પર ધિરાણની રકમ અથવા લહેણી થનાર રકમ તા. ૩૦-૦૬-ર૦ર૧ સુધીમાં અથવા ખેડૂતો(Farmers) દ્વારા ખરેખર પાક ધિરાણ પરત ભરપાઇ કરે તે બેમાંથી જે વહેલું હોય તે તારીખ સુધીમાં પાક ધિરાણ પરત ભરપાઇ કરે તેવા તમામ ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા મળતી ૪ ટકા વ્યાજ રાહતની રકમ રાજ્ય સરકાર દ્વારા ચુકવવા અંગે નિર્ણય કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો….

ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યા બાદ, મોટો સવાલ હતો કે કઇ રીતે બનશે Marksheet- વાંચો મૂલ્યાંકનની કાર્ય પદ્ધતિ