Gauahar Khan 1

FIR against actress: આ અભિનેત્રી કોરોના સંક્રમિત હોવા છતાં કરી રહી હતી શૂટિંગ, BMCએ કરી કાર્યવાહી

Fir against actress

મુંબઇ, 15 માર્ચઃ તાજેતરમાં જ રણબીર કપૂરથી લઈને આશિષ વિદ્યાર્થી સુધી કેટલીક સેલિબ્રિટી આ મહામારીની ચપેટમાં આવી ચૂકેલા છે. આ દરમિયાન BMCએ બોલિવુડ એકટ્રેસ વિરૂદ્ધ કોરોના વાઈરસ ગાઈડલાઈનના નિયમ ઉલ્લંઘનના આરોપમાં એફઆઈઆર નોંધાવી છે. આ એકટ્રેસ ગોહર ખાન છે. તેમને કોરોના પોઝીટીવ મેળવ્યા બાદ પણ નિયમોનુ ઉલ્લંઘન કર્યુ છે. ગોહર ખાને કોરોના પોઝિટીવ થયા બાદ પણ નિયમોનુ પાલન કર્યુ નથી. જે બાદ BMCએ એક્ટ્રેસ(Fir against actress) વિરૂદ્ધ આ પગલુ ઉઠાવ્યુ છે.

BMCએ કોવિડ નિયમોનુ પાલન નહીં કરવા પર બોલિવુડ અભિનેત્રી ગોહર ખાન વિરૂદ્ધ(Fir against actress) કેસ નોંધાવ્યો છે. આ કેસ મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં BMC દ્વારા નોંધવામાં આવ્યો છે. મુંબઈ પોલીસના ઝોન 9 ના ડીસીપી અભિષેક ત્રિમુખેએ ગોહર ખાન વિરૂદ્ધ કેસ નોંધવાની પુષ્ટિ કરતા કહ્યુ કે આ મામલે ઓશિવારા પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ ધારાઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

ADVT Dental Titanium

BMCના આલા અધિકારીઓ પાસેથી મળેલી જાણકારી અનુસાર બોલિવુડ અભિનેત્રી ગોહર ખાન કોવિડ ટેસ્ટ દરમિયાન તેમનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો અને તેમને ઘરમાં ક્વોરન્ટાઈન રહેવાનુ કહેવામાં આવ્યુ હતુ પરંતુ BMCને જાણકારી મળી કે તેઓ કોવિડ માટે બનાવવામાં આવેલા નિયમોનુ પાલન કરી રહ્યા નથી. જે બાદ BMCની તપાસમાં જાણકારી મળી.

Whatsapp Join Banner Guj

BMCના અંધેરી વોર્ડ ઓફિસ તરફથી ગોહર ખાન વિરૂદ્ધ ઓશિવારા પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 188, 269 અને 270 હેઠળ કેસ નોંધવામાં આવ્યો. કેસ નોંધ્યા બાદ મુંબઈ પોલીસ સમગ્ર કેસની તપાસ કરી રહી છે. ગોહર ખાન વિરૂદ્ધ કેસ નોંધ્યા પર મુંબઈની મેયર કિશોરી પેડનેકરે કહ્યુ કે જે પણ કોરોના નિયમોનુ પાલન કરશે નહીં તેમના વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો…

Forex:વડાપ્રધાન મોદીએ વિશ્વના દેશોને પાછળ છોડીને ભારતનો વગાડ્યો ડંકો, અમેરિકા -રશિયાને પણ છોડ્યા પાછળ