mirzapur season 2 review 1

મિર્ઝાપુર વેબ સિરીઝ વિરુદ્ધ પણ નોંધાઈ એફઆઈઆર, મેકર્સ પર અપમાનજનક સામગ્રી બતાવવાનો લાગ્યો આરોપ

mirzapur season 2 review 1

બોલિવુડ ડેસ્ક, 20 જાન્યુઆરીઃ તાંડવ બાદ હવે એમેઝોન પ્રાઈમ વીડિયોની બીજી વેબ સિરીઝ વિવાદમાં આવી છે. આ ઓટીટી પ્લેટફોર્મની સુપરહિટ અને લોકપ્રિય વેબ સિરીઝ મિર્ઝાપુર છે. ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા, અપમાનજનક સામગ્રી અને ગેરકાયદેસર સંબંધો બતાવવા અને ઉત્તર પ્રદેશની આ શહેરની છબીને ખરાબ બતાવવા બદલ આ વેબ સિરીઝના નિર્માતાઓ સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.

Whatsapp Join Banner Guj

આ એફઆઈઆર મિર્ઝાપુરના ગામ કોટવાલીમાં નોંધાઈ છે. ‘ફરિયાદીનો આરોપ છે કે વેબ સિરીઝમાં અપમાનજનક સામગ્રી, અપમાનજનક અને ગેરકાયદેસર સંબંધો દર્શાવવામાં આવ્યા છે. આ ફરિયાદના આધારે મિર્ઝાપુરના નિર્માતાઓ સામે એફઆઈઆર નોંધાઈ છે.

GEL ADVT Banner

વેબ સીરીઝ મિર્ઝાપુરના નિર્માતા રિતેશ સિધવાણી, ફરહાન અખ્તર અને ભૌમિક ગોંડલીયા સામે આઇપીસીની કલમ 295 એ, 504, 505 અને આઇટી એક્ટની કલમો સાથે આ એફઆઈઆર નોંધવામાં આવી છે. તે જ સમયે, ગયા મહિને મિર્ઝાપુર વેબ સિરીઝ બંધ કરવાની માંગ કરવામાં આવી હતી. મિરઝાપુર વેબ સિરીઝ માં કોઈ ખાસ જ્ઞાતિને નિશાન બનાવવાનો અને અપમાનિત કરવાનો આરોપ છે. ફરિયાદીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને સેન્ટ્રલ ફિલ્મ સર્ટિફિકેશન બોર્ડના અધ્યક્ષને એક પત્ર લખીને વેબ સિરીઝ ઉપર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે.

આ પણ વાંચો….

ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપ્રમુખ પદ છોડતા પહેલા 19 મિનિટનું વિદાય ભાષણ આપ્યું, નવા રાષ્ટ્રપતિ બાઈડેનને આપી શુભેચ્છાઓ