Flag hoisting at Amrit Sarovar: રાજકોટ જિલ્લામાં તૈયાર થયેલા અમૃત સરોવરો પર ધ્વજવંદન

Flag hoisting at Amrit Sarovar: ધોરાજી તાલુકાના મોટીમારડ ખાતે નિર્મિત અમૃત સરોવર ખાતે સરપંચ શર્મિલાબેન ચાવડાના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

રાજકોટ, 15 ઓગષ્ટ: Flag hoisting at Amrit Sarovar: દેશની સ્વતંત્ર્તાના ૭૬માં વર્ષના મંગલ પ્રવેશ દરમિયાન ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અન્વયે રાજકોટ જિલ્લામાં તૈયાર થયેલા અમૃત સરોવરો ઉપર જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુના નેતૃત્વમાં જિલ્લા પંચાયતના સભ્યઓ, સરપંચઓ, તલાટીઓ અને ગામજનો દ્વારા આન-બાન અને શાનથી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

જસદણ તાલુકાના વિરનગર ગામમાં અનુશ્રવણ તળાવ (સત્યમ, શિવમ, સુન્દરમ તળાવ) પર જિલ્લા પંચાયતના સદસ્ય શ્રીમતી દક્ષાબેન રાદડિયાના અધ્યક્ષસ્થાને ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વીરનગરના સરપંચ નટુભાઈ સોલંકી, ઉપસરપંચ જયરાજભાઈ વેકરીયા, અગ્રણી પરેશભાઈ રાદડિયા, સહકારી દૂધ મંડળીના પ્રમુખ અરજણભાઈ રામાણી, તાલુકા વિકાસ અધિકારી રાબા, ફોરેસ્ટ વિભાગના રાઠવા અને તેમની ટીમ, નાયબ કાર્યપાલક ઈજનેર ભોયા તેમજ સિંચાઈ વિભાગના અધિકારી તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

ધોરાજી તાલુકાના મોટીમારડ ખાતે નિર્મિત અમૃત સરોવર ખાતે સરપંચ શર્મિલાબેન ચાવડાના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં તાલુકા વિકાસ અધિકારી પી.ડી.ડઢાણીયા નાયબ મામલતદાર ડી.એમ. કંડોરીયા, એ.ટી.ડી.ઓ. આર.એમ. મારૂ, એ.પી.ઓ. મનરેગા પરેશભાઈ ચાવડા, શાળાના આચાર્યઓ, શિક્ષકઓ, વિદ્યાર્થીઓ, ગ્રામ પંચાયતના સભ્યઓ, કર્મચારીઓ આંગણવાડીના બહેનો તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ Palkhi yatra: શ્રાવણના તૃતિય સોમવારે સોમનાથ મહાદેવની પાલખીયાત્રામાં સ્વયંભૂ વરૂણદેવે જલાભિષેક કર્યો, ધ્વજવંદન સાથે સ્વતંત્રતા દિવસની ઉજવણી

જેતપુર તાલુકામાં પ્રેમગઢ અને જેતલસર ખાતે અમૃત સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં પ્રેમગઢ ખાતે જેતપુર ટી.ડી.ઓ. નિશાંત કુંગશિયાના વરદ હસ્તે તથા જેતલસર ખાતે જિલ્લા પંચાયતના સભ્ય ભુપતભાઈ સોલંકીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. જેમાં ગામના સરપંચ, શાળાના આચાર્યઓ, શિક્ષકો, જુદાજુદા વિભાગના અધિકારીઓ સહીત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

Amrut Sarovar Virnagar

ધોરાજી તાલુકામાં આવેલ ઐતિહાસિક પર્યટન સ્થળ એવા પાટણવાવના ઓસમ ડુંગરની તળેટી ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સરપંચ પ્રવિણભાઈ પેથાણીના વરદ હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શાળાના આચાર્યઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, ગ્રામ પંચાયતના સભ્યઓ, પોલીસગણ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે રાજકોટ તાલુકાના સાતળા ગામે સરપંચ વાલાભાઈ પુંજાભાઈ જાડા તથા ગ્રામજનો દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું તેમજ ઘમલપર, જિયાણા, કુચીયાદળ, કુવાળવા, માલીયાસણ, કસ્તુરબાધામ ત્રંબા તમામ જગ્યાએ નિર્મિત અમૃત સરોવરો નજીક સરપંચ તથા ગ્રામજનો દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ Celebrating Independence Day: અમદાવાદ જિલ્લા કક્ષાના 75મા સ્વાતંત્ર્ય પર્વની અમદાવાદ શહેર ખાતે ઉજવણી સંપન્ન, વાંચો ઋષિકેશ પટેલના ઉદબોધન

Gujarati banner 01