somnath palkhi yatra

Palkhi yatra: શ્રાવણના તૃતિય સોમવારે સોમનાથ મહાદેવની પાલખીયાત્રામાં સ્વયંભૂ વરૂણદેવે જલાભિષેક કર્યો, ધ્વજવંદન સાથે સ્વતંત્રતા દિવસની ઉજવણી

Palkhi yatra: બમ બમ ભોલે હર હર મહાદેવના નાદ સાથે સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું

સોમનાથ, 15 ઓગષ્ટઃ Palkhi yatra: પરંપરાગત રીતે યોજાતી પાલખીયાત્રામાં સોમનાથ મહાદેવની પાલખીયાત્રા ને ગુલાબ, કમળ, બિલ્વપત્ર સહિત પુષ્પહાર થી શણગારવામાં આવી હતી. મંદિર પરિસરમાં હર હર મહાદેવ અને જય સોમનાથ ના નાદ સાથે પરીસરમાં ફરી હતી. આ પ્રસંગે પાલખી પૂજન મંદિર સુરક્ષા અધિકારી એમ એમ પરમાર તથા ટેમ્પલ ઓફિસર નિમેશ ભાઇ શાહ દ્વારા કરવામાં આવેલું હતું.

આ પણ વાંચોઃ Celebrating Independence Day: અમદાવાદ જિલ્લા કક્ષાના 75મા સ્વાતંત્ર્ય પર્વની અમદાવાદ શહેર ખાતે ઉજવણી સંપન્ન, વાંચો ઋષિકેશ પટેલના ઉદબોધન

somnath pujari 15th august

સોમનાથ મંદિર રાષ્ટ્રીય તીર્થ છે, આઝાદી ની ચળવળ સાથે જ આ મંદિર નિર્માણ કાર્ય પ્રારંભ થયેલ, આજે 76 માં સ્વતંત્રતા પર્વ ની ઉજવણી સોમનાથ માં કરવામાં આવેલ, પ્રાતઃ તેમજ મધ્યાહ્ન શૃંગાર ત્રીરંગા પુષ્પોની થીમ પ્રમાણે કરવામાં આવેલ, ધ્વજવંદન ટ્રસ્ટી જે ડી પરમાર સાહેબના વરદ હસ્તે યોજાયેલ, જેમાં સોમનાથ સુરક્ષા સ્ટાફ, ટ્રસ્ટના કર્મચારીઓ, તીર્થ પુરોહિતો, યાત્રીકો ઉપસ્થિત રહ્યા હતા.મંદિર પી.આઇ. હીંગળોદીયા એ પરેડ નું સંચાલન કરેલ હતું. ધ્વજ વંદન સાથે ભારત માતાની વંદના, સરદારને પુષ્પાંજલી સહિતના કાર્યક્રમો યોજાયા હતા.


આ પ્રસંગે સ્વત્રંતતા સંદેશ આપતા ટ્રસ્ટી જે ડી પરમાર સાહેબે આઝાદીની ચળવળમાં સામેલ પ્રભાસ પાટણના સ્વાતંત્ર્ય સેનાનીઓને ખાસ યાદ કરેલા, સાથે જ દેશ, પ્રદેશ, માતૃભૂમી ના સન્માન અને ગૌરવ અંગે ઉંડાણમાં સમજાવેલ હતું. ખાસ સોમનાથ ની ભૂમી માં જન્મ લેનાર લોકોને આ સ્થાનનું વિશેષ ગૌરવ હોય તેવું જણાવેલ હતું. સાથે જ સોરઠના સિંહ અને અખંડ ભારતની મહત્વતા સમજાવી હતી. ધ્વજ વંદન માં ટ્રસ્ટના કો-ઓર્ડિનેટર ભાવેશભાઇ વેકરીયા, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

somnath 15th august

આ પણ વાંચોઃ Har ghar Tiranga: ગામેગામ લોકો પોતાના ઘરો અને દુકાનો પર તિરંગો વહેરાવી 75માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં સહભાગી બની દેશભક્તિના રંગે રંગાયા

Gujarati banner 01