change of leadership in reliance group mukesh ambani

Ambani Family Threat Call: અંબાણી પરિવારને મળી ધમકી, હોસ્પિટલના નંબર પર આવ્યા 8 ફોન- પોલીસની તપાસ શરુ

Ambani Family Threat Call: રિલાયન્સ ફાઉઉન્ડેશન હોસ્પિટલના સીઈઓ ડો.તરંગ જ્ઞાનચંદાનીએ કહ્યું કે “અજાણ્યા વ્યક્તિએ 8 ધમકીભર્યા કોલ કર્યા જેમાં મુકેશ અંબાણીને ધમકી અપાઈ છે. અમે મુંબઈ પોલીસને ફરિયાદ કરી છે અને મામલાની તપાસ થઈ રહી છે.”

નવી દિલ્હી, 15 ઓગષ્ટઃ Ambani Family Threat Call: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીના પરિવારને ધમકી મળી છે. એન્ટીલિયા કેસ બાદ અંબાણી પરિવારને ફરીથી ધમકી મળી છે. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના નંબર પર આ ધમકીવાળા કોલ આવ્યા છે. જેમાં કોલરે મુકેશ અંબાણી અને તેમના પરિવારને ધમકી આપી છે. સૂત્રોના જણાવ્યાં મુજબ આવા ધમકીવાળા કુલ 8 કોલ આવ્યા છે. પોલીસ આ કોલને વેરિફાય કરી રહી છે. 

કોલ આવ્યા બાદ હોસ્પિટલના લોકોએ ડીબી માર્ગ પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધાવી છે આ અગાઉ વર્ષ 2021માં એક કારમાં મુકેશ અંબાણીના મુંબઈ સ્થિત ઘર એન્ટિલિયાની બહાર 20 જિલેટિન સ્ટીક મળી આવી હતી. ગાડીની અંદરથી એક નોટ પણ મળી હતી જેમાં ધમકી અપાઈ હતી.

આ પણ વાંચોઃ Flag hoisting at Amrit Sarovar: રાજકોટ જિલ્લામાં તૈયાર થયેલા અમૃત સરોવરો પર ધ્વજવંદન

મુંબઈ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે “અમને હોસ્પિટલ  તરફથી ફરિયાદ મળી છે અને અમે તેની પુષ્ટિ કરી રહ્યા છીએ. એવું લાગે છે કે કોલ હોસ્પિટલના ડિસ્પ્લે નંબર પર કરાયા.” રિલાયન્સ ફાઉઉન્ડેશન હોસ્પિટલના સીઈઓ ડો.તરંગ જ્ઞાનચંદાનીએ કહ્યું કે “અજાણ્યા વ્યક્તિએ 8 ધમકીભર્યા કોલ કર્યા જેમાં મુકેશ અંબાણીને ધમકી અપાઈ છે. અમે મુંબઈ પોલીસને ફરિયાદ કરી છે અને મામલાની તપાસ થઈ રહી છે.”

ઉલ્લેખનીય છે કે, પોલીસે આ મામલે એક વ્યક્તિની અટકાયત કરી છે. ઝોન 2ના ડીસીપી નીલોત્પલે વધુ વિગતો આપતા કહ્યું કે લગભગ 10.30 વાગે રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં કોલ આવ્યો હતો. એક વ્યક્તિની અટકાયત કરી છે અને આ મામલે વધુ તપાસ ચાલુ છે. 

આ પણ વાંચોઃ Palkhi yatra: શ્રાવણના તૃતિય સોમવારે સોમનાથ મહાદેવની પાલખીયાત્રામાં સ્વયંભૂ વરૂણદેવે જલાભિષેક કર્યો, ધ્વજવંદન સાથે સ્વતંત્રતા દિવસની ઉજવણી

Gujarati banner 01