Foreign liquor caught in ahmedabad

Foreign liquor caught in ahmedabad: અમદાવાદના માધુપુરામાં વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો, 10 શખ્સોની અટકાયત

Foreign liquor caught in ahmedabad: શાહપુર-દરિયાપુર અને માધુપુરામાં ધમધમી રહ્યો છે નશાનો વ્યાપાર

અમદાવાદ, 27 જાન્યુઆરી: Foreign liquor caught in ahmedabad: અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી એસએમસીએ સપાટો બોલાવ્યો છે. જેમાં અલગ અલગ જગ્યાએ રેડ કરીને સ્થાનિક પોલીસની રહેમ નજર એથળ દારૂ-જુગારની બધી હોવાની વિગતો સ્પષ્ટ થઈ છે. તેમાં પણ ખાસ કરીને આજે અમદાવાદ શહેરમાં માધુપુરા પોલીસ સ્ટેશનની હદમાં આખો દારૂનો ટ્રક કટીંગ થતો હતો. જેમાં 500 પેટી દારૂ હતો.

જે સ્થાનિક પોલીસની મદદ વગર કટીંગ થઈ શકે નહીં તેવું સાબિત થયું છે. હવે મધુપુરા વિસ્તારમાં આટલો મોટો દારૂનો જથ્થો પકડાયા બાદ સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર સામે કાર્યવાહી કરવામાં આવશે તેવું માનવામાં આવી રહ્યું છે.

​​​​​​​રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાની સુપર વિઝનમાં ચાલતા સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા શહેરમાં છેલ્લા એક સપ્તાહથી અલગ-અલગ જગ્યાએ દારૂ અને જુગારની રેડ કરવામાં આવી રહી છે. આ પહેલા પણ અમદાવાદ શહેરમાં ઘણી જગ્યાએ એસએમસીએ રેડ કરી હતી. આ વખતે શહેરના માધુપુરા વિસ્તારમાં 11366 દારૂની બોટલ ભરેલો ટ્રક​​​​​​​ કટીંગ થાઈ તે પહેલા પકડી પાડ્યો છે, જે ખૂબ જ ચોકાવનારી બાબત છે. એક સાથે આટલો દારૂનો જથ્થો એ પણ શહેરના ભરચક વિસ્તારમાં કટીંગ થાય તે સ્થાનિક પોલીસની મિલીભગત સામે ચાડી ખાય છે.

10 આરોપીને ઝડપી પાડ્યા

​​​​એસએમસીના સુત્રોએ જણાવેલી માહિતી પ્રમાણે ગુજરાત લઘુ ઉદ્યોગ એસ્ટેટ પાસે માધુપુરા પોલીસ સ્ટેશનની હદમાં એક ટ્રકમાં હજારો બોટલ દારૂ હોવાની શંકાને આધારે તેને રોક્યો હતો. જેમાં 11,366 બોટલ એટલે કે 500 પેટી જેટલો દારૂ હતો. જેની કિંમત 25 લાખ 52 હજાર જેટલી થાય છે. પોલીસે આ કેસમાં કુલ 10 આરોપીઓને પકડ્યા છે. જેમાં અબ્દુલ હમીદ શેખ અને અન્ય નવ લોકો સામેલ હતા.

આ પણ વાંચો: Adani world ranking: અમીરોની યાદીમાં ગૌતમ અદાણીને થયું મોટું નુકસાન, જાણો…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો