Morby bridge accident case

Charge sheet presented in morbi bridge accident: મોરબી પુલ દુર્ઘટનામાં ચાર્જશીટ રજૂ કરાઈ, વાંચો વિગતે…

Charge sheet presented in morbi bridge accident: જયસુખ પટેલનું નામ ભાગેડું આરોપી તરીકે દર્શાવામાં આવ્યું…

અમદાવાદ, 27 જાન્યુઆરી: Charge sheet presented in morbi bridge accident: મોરબી પુલ દુર્ઘટનામાં આજે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાઈ છે. જેમાં ભાગેડું આરોપી તરીકે જયસુખ પટેલનું નામ દર્શાવાયું છે. કુલ 1262 પાનાની ચાર્જશીટને પોલીસે કોર્ટમાં રજૂ કરી છે. સરકારી વકીલે જણાવ્યું હતું કે, સોમવારે 90 દિવસ પૂર્ણ થવાના છે.

90 દિવસ પૂર્ણ થાય તે પહેલા ચાર્જશીટ રજૂ કરાઈ છે. નોંધનીય છે કે, અત્યાર સુધીમાં કેસમાં 9 આરોપીઓ પકડાયા છે, જ્યારે 10માં આરોપી તરીકે જયસુખ પટેલનું નામ દાખલ થયું છે.

તાજેતરમાં હાઇકોર્ટમાં ઓરેવા ગ્રુપ તરફથી વળતર આપવાની વાત રજૂ કરવામાં આવી હતી. ચાર્જશીટ દાખલ થયા બાદ જેલમાં રહેલા આરોપીઓ ફરી એક વખત પોતાની જામીન અરજી મૂકશે. જ્યારે આ કેસમાં જયસુખ પટેલે આગોતરા જામીન અરજી કરી છે. જયસુખ પટેલની અરજી પર 1 ફેબ્રુઆરીએ નિર્ણય લેવાશે.

અગાઉ ગુજરાત હાઇકોર્ટમાં જયસુખ પટેલના વકીલે સુઓમોટો સુનવણીમાં પક્ષકાર તરીકે જોડાવા અરજી કરી હતી. જે અરજી આજે હાઇકોર્ટ દ્વારા સ્વીકારી લેવામાં આવી છે અને પક્ષ કાર તરીકે જોડવા મંજૂરી આપી હતી. જેમાં ઘટનાના 87 દિવસ પછી જયસુખ પટેલ દ્વારા જવાબ પણ રજૂ કરાયો હતો કે, ‘મને અફસોસ છે વળતર આપીને હું મારી જવાબદારીમાંથી છૂટી નથી જતો.

પરંતુ મને મારો જવાબ યોગ્ય રીતે રજૂ કરવા મોકો મળવો જોઈએ અને ઝૂલતો પુલનું રીનોવેશન કામ મને વગદાર લોકોએ સોંપ્યું હતું જેમાં મારો કોઈ કોમર્શિયલ ઇરાદો ન હતો અને ફકત હેરિટેજ બચાવવા માટે આ કરવામાં આવ્યું હતું અને હું તમામ મૃતકો પરિજનોને વળતર પણ આપીશ.’

આ પણ વાંચો: Foreign liquor caught in ahmedabad: અમદાવાદના માધુપુરામાં વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો, 10 શખ્સોની અટકાયત

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો