Foreign liquor container seized in kalol

Foreign liquor container seized in kalol: કલોલમાં ચૂંટણી ટાણે વિદેશી દારૂનો જથ્થો ભરેલું કન્ટેનર ઝડપાયુ, વાંચો…

Foreign liquor container seized in kalol: ટ્રક સહિત 26 લાખ 40 હજારનો મુદ્દામાલ જપ્ત

અમદાવાદ, 25 નવેમ્બર: Foreign liquor container seized in kalol: કલોલમાં ચૂંટણીનો માહોલ જામી ચુકયો છે. તંત્ર દ્વારા દારૂની હેરાફેરી તેમજ નાણાંની હેરાફેરી અટકાવવા માટે બાજ નજર રાખવામાં આવી રહી છે. ત્યારે ગાંધીનગર છત્રાલ હાઈવે ઉપર આવેલી અમ્રીત હોટલ પાસે પોલીસે દરોડો પાડી વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપી લીધુ હતું.

જેમાંથી પોલીસને. વિદેશી દારૂની 326 પેટીઓ કિંમત રૂપિયા 1633200ની જપ્ત કરીને તેના ચાલક સામે કાર્યવાહી હાથ ધરી છે. મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.

આ અંગે મળતી માહિતી અનુસાર પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે કલોલના છત્રાલ હાઈવે ઉપર આવેલ અમ્રીત હોટલ પાસે એક કન્ટેનર પાર્ક કરવામાં આવ્યું છે. જેમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે. તે બાતમી ના આધારે પોલીસે દરોડો પાડયો હતો. ત્યારે બાતમી મુજબનું કન્ટેનર મળી આવ્યું હતું. અને તેનું લોક તોડી અંદરથી તલાસી લેતા વિદેશી દારૂથી છલોછલ ભરેલું હતું.

પોલીસે કન્ટેનરમાંથી વિદેશી દારૂની 326 પેટીઓ મળી આવી હતી. જેને ગાંધીનગર કચેરીએ લાવીને ગણવામાં આવતા 326 પેટીઓમાંથી 7984 બોટલ કિંમત રૂપિયા 1633200 ની મળી આવતા જપ્ત કરી હતી. પોલીસે ટ્રકના ચાલક સુનિલકુમાર રાજેન્દ્રસિંહ નાયી ( રહે. હરિયાણા)ની ધરપકડ કરી હતી.

પોલીસે ટ્રક ચાલક પાસેથી તેનો મોબાઈલ કીંમત રૂપિયા 5000 તથા રોકડા રૂપિયા 2000 તેમજ વિદેશી દારૂની કિંમત રૂપિયા 16,33,200 મળી કુલ રૂપિયા 26 લાખ ચાલીસ હજાર બસોનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અને આ વિદેશી દારૂનો જથ્થો કયાંથી લાવવામાં આવ્યો હતો. અને કોને પહોંચાડવાનો હતો. તે દિશામાં પોલીસે તપાસ ચલાવી છે.

આ પણ વાંચો: Gujarat election 2022: ઔવેસી ભાજપના ઇશારે કરે છે પ્રચાર, જ્યાં કોંગ્રેસ મજબૂત દેખાય ત્યાં પહોંચી જાય છે: ગ્યાસુદ્દીનનો આરોપ

Gujarati banner 01