ambaji anaj vitaran

Garib kalyan ann yojna: પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્નયોજના હેઠળ અંબાજી ખાતે અન્નોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૦૩ ઓગસ્ટ
: Garib kalyan ann yojna: ગુજરાત રાજ્ય સરકાર નાં પાંચ વર્ષ પુર્ણ થવાના આરે છે ત્યારે સરકાર સૌના સાથ સૌના વિકાસ હેઠળ આજે ત્રીજી ઓગસ્ટ નાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્નયોજના હેઠળ અંબાજી ખાતે અન્નોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

જેમાં અંબાજી ભાજપ મંડળ નાં પદાધીકારીઓ દ્વારા ઉપસ્થીત લોકો ને સરકાર ની પ્રજાલક્ષી વિવિધ યોજનાઓ ની જાણકારી આપી હતી. તેમજ વિનામુલ્ય અનાજ વિતરણ (Garib kalyan ann yojna) સાથે લાભાર્થીઓ સાથે સીધો સંવાદ પણ કર્યો હતો. જોકે બનાસકાંઠા ગ્રામ્ય વિસ્તારો નાં 930 અને શહેરી વિસ્તાર નાં 16 આમ સમગ્ર જીલ્લા માં કુલ 946 જગ્યા એ આજે અનોત્સવ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યુ હતુ.

Garib kalyan ann yojna, ambaji

ગુજરાત રાજ્ય નું કોઇ પણ (Garib kalyan ann yojna) નાગરીક ભોજન વગર ભુખ્યો ન રહે અને દરેક નાગરીક ની અન્નસુરક્ષા સુનિશ્ચીત થાય તે માટે રાજ્ય સરકાર કટીબધ્ધ છે જેને લઇ આજ 3 જી ઓગસ્ટે સર્વ ને અન્ન, સર્વ ને પોસણ અંતરગત્ત અન્નોત્સવ દિવસ ની ઉજવણી કરાઇ હતી. જેમાં લાભાર્થીઓ ને વિનામુલ્ય અનાજ પણ વિતરણ કરવામાં આવ્યુ હતુ.જોકે મફત અનાજ મેળવનાર લોકો સરકાર ની આ યોજના ખુશ જોવા મલ્યા હતા.

Whatsapp Join Banner Guj