JMC Yog award

Jamnagar Yog teacher: જામનગરમાં યોગની તાલીમ મેળવેલા યોગ શિક્ષકોને સન્માનિત કરાયા

Jamnagar Yog teacher: યોગગુરુ રાજેશ્રીબેન પટેલ દ્વારા 70 તાલીમાર્થીઓને આપવામાં આવી તાલીમ

જામનગર, ૦૩ ઓગસ્ટ: Jamnagar Yog teacher: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ચલવામાં આવેલ યોગમાય ગુજરાત અભિયાન માં રાજ્ય ના બધાજ જિલ્લા, તાલુકા અને ગામડાઓમાં યોગશિક્ષક તૈયાર કરવામાં આવી રહ્યા છે જેથી ઘર ઘર સુધી યોગ પહોંચે અને લોકો એક તંદુરસ્ત જીવનશૈલી અપનાવે આ તબક્કે જામનગર જિલ્લા માં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત યોગ ટ્રેનર તાલીમ શિબિર માં જામનગર જિલ્લા યોગ કોચ રાજેશ્રીબેન પટેલ કે જેઓ ગુલાબકુંવારબા આયુર્વેદિક સોસાયટી સાથે પણ સંકળાયેલ છે તેમના દ્વારા 70 જેટલા ભવિષ્ય ના યોગ શિક્ષકો ને (યોગ ટ્રેનર) તાલીમ આપવામાં આવી હતી

આ પણ વાંચો…Indian photographer danish: તાલિબાને ભારતીય ફોટોગ્રાફર દાનિશને 12 ગોળીઓ મારી, ઘટનાને 2 અઠવાડિયા વિત્યા- વાંચો સંપૂર્ણ અહેવાલ

જેને અનુલક્ષી ને યોગ ટ્રેનરોના પ્રમાણપત્ર વિતરનનો કાર્યક્રમ ક્રિષ્ના કાઠ્યાવાડી હોટેલ જામનગર બાયપાસ રોડ પર યોજાયો હતો.

Jamnagar Yog teacher

આ પ્રસંગે (Jamnagar Yog teacher) જામનગર ના પ્રથમ નાગરિક મેયર બિનાબેન કોઠારી, ગાર્ડન કમિટી ના ચેરપર્સન અને કોર્પોરેટર ડીમ્પલબેન રાવલ, વરિષ્ઠ પત્રકાર જગતભાઈ રાવલ, ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટનાં ટ્રસ્ટી અને રાધિકા સ્કૂલ ના ચેરમેન ભરતેશભાઈ શાહ, વેદગર્ભ સંસ્કાર નિષ્ણાંત ડો. કરિશ્માબેન નરવાણી અને લાયન્સ ક્લબ ના અમરજીતભાઈ આહલુવાલિયાએ ઉપસ્થિત રહી કાર્યક્રમ ની શોભા વધારી ઉજાગર કર્યો હતો તથા યોગ શિક્ષક કિરણબેન, સોનલબેન, રાજુલબેન, કોમલબેન ના સહયોગ થી તથા હેમાદ્રીબેન માંકડ ની એંકરિંગ સ્પીચ તથા ક્રિષ્ના કાઠિયાવાડી હોટેલ ના સાથ સહકાર થી આ કાર્યક્રમ દીપી ઉઠ્યો હતો.

આ તબક્કે જામનગર જિલ્લા માં યોગ પ્રવૃતિ ને વેગ આપવા બદલ લાયન્સ ક્લબ ઈસ્ટ દ્વારા જિલ્લા યોગ કોચ રાજેશ્રીબેન પટેલ નું સન્માન કરવામાં આવ્યું હતું.

Whatsapp Join Banner Guj