GMC Election: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની તારીખ જાહેર, અમદાવાદ મનપાની ખાલી પડેલી બેઠકો પર પણ ચૂંટણી યોજાશે

GMC Election: ગાંધીનગર મનપાની ચૂંટણી 13 માર્ચના રોજ જાહેર થઈ હતી. જોકે કોરોના વકરતા ચૂંટણી મુલતવી રાખી હતી, હવે 3 ઓક્ટોબરના રોજ યોજાશે

ગાંધીનગર, 06 સપ્ટેમ્બરઃ GMC Election: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગર મનપાની ચૂંટણી 3 ઓક્ટોબરના રોજ યોજાવા જઇ રહી છે. જ્યારે મતગણતરી 5 ઓક્ટોબરે થશે. ચૂંટણી દરમિયાન કોરોનાની ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. આજથી આદર્શ આચાર સંહિતા લાગૂ કરી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ગાંધીનગર મનપાની ચૂંટણી 13 માર્ચના રોજ જાહેર થઈ હતી. જોકે કોરોના વકરતા ચૂંટણી મુલતવી રાખી હતી. રાજ્ય ચૂંટણી આયોગે પત્રકાર પરિષદ યોજી ગાંધીગનર મનપા સહિતની અન્ય સ્વરાજના એકમોની પ્રસંગોપાત ખાલી પડેલી બેઠકોની ચૂંટણી પેટાચૂંટણી 3 ઓક્ટોબરના રોજ યોજાશે. તેથી આજથી એટલે સોમવારથી સ્વરાજ્યની એકમોની ચૂંટણી હેઠળનાવિસ્તારોમાં સરહદુ આચાર સંહિતાની કેટલીક બાબતોનો લાગૂ થશે

જે ઉમેદવારો યોજાનારી ચૂંટણી(GMC Election)માં ઉભા રહેવાના છે તેઓ આયોગની વેબસાઇટ પરથી ફોર્મ મેળવી શકશે અને ઓનલાઇન ફોર્મ ભરી શકશે. જે ઉમેદવારે ફોર્મ ભર્યા છે, તે પરત ફોર્મ નહીં ભરે. આ ચૂંટણી ઇલેક્ટ્રિક વોટીંગ મશીનથી યોજાશે. આજથી ચૂંટણી પ્રચાર શરૂ થશે.

આ પણ વાંચોઃ Government Recruitment Exam: સરકારી ભરતીને લઇ સૌથી મોટા સમાચાર, આ મહીનાની અંદર યોજાશે ગવર્મેન્ટ એક્સામ- વાંચો વિગત

રાજ્યની ચૂંટણી આયોગે જાહેરાત કરી કે ગાંધીગનર મહાનગર પાલિકા, થરા અને ઓખા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી, ભાણવડ નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી તથા અન્ય સ્વરાજ્યના એકમોની ખાલી પડેલી બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે.

ચૂંટણીમાં ઉભા થનાર ઉમેદવાર 18 સપ્ટેમ્બર સુધી ઉમેદવારી પત્રક ભરી શકશે. જ્યારે ઉમેદવારી ફાછી ખેંચી લેવા માટેની છેલ્લી તારીખ 21 સપ્ટેમ્બર છે. ચૂંટણી 3 ઓક્ટબરે એટલે રવિવારના રોજ મતદારો તેમના મતનો ઉપયોગ કરશે. જ્યારે મતગણતરી 5મી ઓક્ટોબરે થવાની છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદ મનપાની બે બેઠકો પર ચૂંટણી યોજાવવાની છે. અમદાવાદ મનપાના વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 45 પર એક-એક બેઠકો પર ચૂંટણી યોજાવવાની છે.

Whatsapp Join Banner Guj