Ind vs Eng

Ind vs Eng: ટીમ ઇન્ડિયાએ ઓવલમાં રચ્યો ઇતિહાસ, ઇંગ્લેન્ડને 157 રનથી હરાવ્યું- જીત સાથે ટીમ ઇન્ડિયાએ 5 મેચની શ્રેણીમાં 2-1ની લીડ મેળવી

Ind vs Eng: ઇંગ્લિશ ટીમ 210 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. આ જીત સાથે ટીમ ઇન્ડિયાએ 5 મેચની શ્રેણીમાં 2-1ની લીડ મેળવી લીધી છે.

સ્પોર્ટ્સ ડેસ્ક, 06 સપ્ટેમ્બરઃ Ind vs Eng: ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ સીરીઝની ચોથી મેચમાં ઈંગ્લેન્ડને 157 રનથી હરાવ્યું. ઓવલમાં રમાયેલી આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 368 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઇંગ્લિશ ટીમ 210 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. આ જીત સાથે ટીમ ઇન્ડિયાએ 5 મેચની શ્રેણીમાં 2-1ની લીડ મેળવી લીધી છે.

ભારતે (Ind vs Eng) આપેલા 367 રનના લક્ષ્ય સામે પાંચમાં દિવસે બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડની ટીમ 210 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓવલ ટેસ્ટના અંતિમ દિવસે ભારતીય બોલરોએ શાનદાર બોલિંગ કરી ઈંગ્લેન્ડ ટીમને ધરાશાયી કરી દીધી હતી. ભારત તરફથી ઉમેશ યાદવે ત્રણ વિકેટ ઝડપી હતી. આ સિવાય જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા અને શાર્દુલ ઠાકુરને બે-બે વિકેટ મળી હતી. સિરીઝની અંતિમ ટેસ્ટ મેચ 10 સપ્ટેમ્બરથી માન્ચેસ્ટરમાં શરૂ થશે.

આ પણ વાંચોઃ GMC Election: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની તારીખ જાહેર, અમદાવાદ મનપાની ખાલી પડેલી બેઠકો પર પણ ચૂંટણી યોજાશે

ભારતે ઈંગ્લેન્ડને જીત માટે 367 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ઈંગ્લેન્ડના ઓપનરોએ ટીમને સારી શરૂઆત અપાવી હતી. રોરી બર્ન્સ અને હાસીબ હમીદે પ્રથમ વિકેટ માટે 100 રનની ભાગીદારી કરી હતી. રોરી બર્ન્સ 50 રન બનાવી શાર્દુલ ઠાકુરનો શિકાર બન્યો હતો. હસીમ હમીદ 63 રન બનાવી જાડેજાની ઓવરમાં બોલ્ડ થયો હતો. હમીદે 193 બોલમાં 6 ચોગ્ગા સાથે 63 રન બનાવ્યા હતા.

ડેવિડ મલાન 5 રન બનાવી રનઆઉટ થયો હતો. ત્યારબાદ બુમરાહે ઓલી પોપ (2) અને જોની બેયરસ્ટો (0)ને બોલ્ડ કરીને ભારતની મેચમાં વાપસી કરાવી હતી. તો જાડેજાએ મોઇન અલી (0)ને આઉટ કર્યો હતો. ત્યારબાદ શાર્દુલ ઠાકુરે જો રૂટ (36)ને બોલ્ડ કરી ભારતને મોટી સફળતા અપાવી હતી. ક્રિસ વોક્સ 18 રન બનાવી ઉમેશ યાદવનો શિકાર બન્યો હતો. ક્રિગ ઓવરટન 10 રન બનાવી ઉમેશ યાદવની ઓવરમાં બોલ્ડ થયો હતો.

99 રનના દેવા સાથે ઉતરેલી ભારતીય(Ind vs Eng) ટીમે બીજી ઈનિંગમાં શાનદાર બેટિંગ કરી હતી. રોહિત શર્માએ વિદેશની ધરતી પર પ્રથમ ટેસ્ટ સદી ફટકારતા 127 રન બનાવ્યા હતા. આ સિવાય ચેતેશ્વર પુજારાએ 61, ઠાર્દુલ ઠાકુરે 60, રિષભ પંતે 50 અને વિરાટ કોહલીએ 44 રન બનાવ્યા હતા. આ સિવાય લોઅર  ઓર્ડરે પણ રન બનાવી ભારતની સ્થિતિ મજબૂત કરી હતી. ઈંગ્લેન્ડ તરફથી બીજી ઈનિંગમાં ક્રિસ વોક્સે 83 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. આ સિવાય મોઇન અલી અને રોબિન્સનને બે-બે તથા એન્ડરસન, રૂટ અને ઓવરટનને એક-એક વિકેટ મળી હતી. 

આ પણ વાંચોઃ Government Recruitment Exam: સરકારી ભરતીને લઇ સૌથી મોટા સમાચાર, આ મહીનાની અંદર યોજાશે ગવર્મેન્ટ એક્સામ- વાંચો વિગત

ભારતના 191 રનની સામે ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગમાં 290 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી ઓલી પોપે સૌથી વધુ 81 રન ફટકાર્યા હતા. આ સિવાય ક્રિસ વોક્સે 50 રન બનાવ્યા હતા. ડેવિડ મલાન 31, બેયરસ્ટો 37, મોઇન અલી 35 અને કેપ્ટન રૂટ 21 રન બનાવી આઉટ થયા હતા. ભારત તરફથી પ્રથમ ઈનિંગમાં ઉમેશ યાદવે 3, બુમરાહ અને જાડેજાએ બે-બે વિકેટ ઝડપી હતી. આ સિવાય શાર્દુલ ઠાકુર અને મોહમ્મદ સિરાજને એક-એક સફળતા મેળવી હતી. 

ચોથી ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં ભારતીય ટીમ માત્ર 191 રન બનાવી ઓલઆુટ થઈ ગઈ હતી. ભારત તરફથી કેપ્ટન વિરાટ કોહલી અને ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરે અડધી સદી ફટકારી હતી. વિરાટ કોહલીએ 50 અને ઠાકુરે 57 રન બનાવ્યા હતા. આ સિવાય તમામ બેટ્સમેન મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી પ્રથમ ઈનિંગમાં ક્રિસ વોક્સે 55 રન આપી ચાર વિકેટ ઝડપી હતી. આ સિવાય ઓલી રોબિન્સને 3 સફળતા મળી હતી. જેમ્સ એન્ડરસન અને ક્રિગ ઓવરટનને પણ એક-એક સફળતા મળી હતી. 

Whatsapp Join Banner Guj