Cyclone

Good news about Cyclone Biparjoy: ચક્રવાતી તોફાન બિપરજોય અંગે સારા સમાચાર! વાંચો વિગતે…

Good news about Cyclone Biparjoy: છેલ્લા છ કલાકમાં બિપરજોય વાવાઝોડું ધીમુ પડ્યું છેઃ ભારતીય હવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રા

અમદાવાદ, 14 જૂનઃ Good news about Cyclone Biparjoy: અરબી સમુદ્રમાંથી ભારતના પશ્ચિમ કિનારા તરફ આગળ વધી રહેલ ચક્રવાતી તોફાન બિપરજોય અંગે મોટી માહિતી સામે આવી છે. ભારતીય હવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું છે કે છેલ્લા છ કલાકમાં બિપરજોય વાવાઝોડું ધીમુ પડ્યું છે.

IMDના ડાયરેક્ટર જનરલે જણાવ્યું કે બિપરજોય વાવાઝોડું હાલમાં ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં જખૌ બંદરથી 280 કિમી દૂર છે. છેલ્લા 6 કલાકમાં તોફાનની ગતિ ધીમી પડી છે અને તે લગભગ સ્થિર છે. તેમાં બહુ હલચલ જોવા મળતી નથી.

મહાપાત્રાએ જણાવ્યું કે હાલની આગાહી મુજબ તે ભારે વાવાઝોડાના રૂપમાં 15મીએ સાંજે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે ત્રાટકશે. આ દરમિયાન પવનની ગતિ 125-135 કિમી પ્રતિ કલાકની રહેશે, જે 150 કિમી પણ હોઈ શકે છે. વાવાઝોડાની ઝડપ કચ્છમાં મહત્તમ રહી શકે છે.

માછીમારોને ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રથી 15મી તારીખ સુધી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે. આજે બુધવારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ પડશે. ગુરુવારે પણ કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગરમાં ભારે વરસાદ પડશે.

આ પણ વાંચો… Children’s Health Checkup Campaign: ગુજરાત સરકાર દ્વારા બાળકો માટે હેલ્થ ચેકઅપ અભિયાનનો પ્રારંભ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો