Gujarat Board 12th Result declared: ગુજરાત બોર્ડ ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર
Gujarat Board 12th Result declared: કચ્છ જિલ્લાનું સૌથી વધુ 84.59 ટકા જ્યારે દાહોદ જિલ્લાનું સૌથી ઓછું 54.67 ટકા પરિણામ
ગાંધીનગર, 31 મેઃ Gujarat Board 12th Result declared: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ બોર્ડની વેબસાઈટ પર જાહેર કરી દેવામાં આવ્યું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં નિયમિત ઉમેદવારોનું 73.27 ટકા પરિણામ આવ્યું છે. જે ગત વર્ષ કરતા 13.64 ટકા ઓછુ છે.
કેન્દ્ર પ્રમાણે ધોરણ 12ના પરિણામની વાત કરીએ તો ગુજરાતમાં સૌથી વધુ વાંગધ્રા કેન્દ્રનું 95.85 ટકા પરિણામ જાહેર, સૌથી ઓછુ દેવગઢ બારિયા કેન્દ્રનું 36.28 ટકા પરિણામ જાહેર થયું છે. કચ્છ જિલ્લાનું સૌથી વધુ 84.59 ટકા જ્યારે દાહોદ જિલ્લાનું સૌથી ઓછું 54.67 ટકા પરિણામ આવ્યું છે.
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં નિયમિત ઉમેદવારોનું 73.27 ટકા પરિણામ આવ્યું છે. આમ 4,77,392 પરીક્ષામાં હાજર વિદ્યાર્થીઓમાંથી 3,49,792 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્યારે અગાઉના વર્ષમાં પાસ ન થયા હોય તેવા રિપિટર 29,974 ઉમેદવારો પૈકી 28,321 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જેમાંથી 11,205 ઉમેદવારો પાસ થવામાં સફળ રહ્યા હતા.
આમ રિપિટર ઉમેદવારોનું પરિણામ 39.56 ટકા આવ્યું છે. આ વર્ષે પણ વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થીનીઓનું પરિણામ વધારે આવ્યુ હતું. વિદ્યાર્થીનીઓનુ પરિણામ 80.39 ટકા આવ્યુ હતું.
ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં આ વર્ષે 1875 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. 21,038 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. 52,291 વિદ્યાર્થીઓએ B1 ગ્રેડ મેળવ્યો છે. આ ઉપરાંત 83,596 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ મેળવ્યો અને 1,01, 797 વિદ્યાર્થીઓએ C1 ગ્રેડ મેળવ્યો તેમજ 77,043 વિદ્યાર્થીઓએ C2 ગ્રેડ મેળવ્યો છે. D ગ્રેડ મેળવાનારા 12,020 વિદ્યાર્થીઓ છે.