Gujarat Corona update: રાજ્યમાં કોરોના નવા 695 કેસ નોંધાયા, સામે રિકવરી રેટ 96.98 ટકાએ પહોંચ્યો- વાંચો સંપૂર્ણ અહેવાલ

Gujarat Corona update: અત્યાર સુધીમાં કુલ 7,93,028 દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યા છે.

ગાંધીનગર, 09 જૂનઃGujarat Corona update: ગુજરાતમાં આજે પણ કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. રાજ્ય સરકાર દ્વારા સતત કોરોના વેક્સીનેશન કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 695 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 2,122 લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 7,93,028 દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યા છે. જો કે, રાજ્યનો રિકવરી રેટ વધીને આજે 96.98 ટકાએ પહોંચ્યો હતો. 

Whatsapp Join Banner Guj

રાજ્યમાં એક્ટિવ કેસ(Gujarat Corona update)ની વાત કરીએ તો કુલ 14,724 એક્ટિવ દર્દી છે, જે પૈકી 351 લોકો વેન્ટિલેટર પર છે અને 14,373 લોકો સ્ટેબલ છે. જો કે, રાજ્યમાં કુલ 7,93,028 લોકો ડિસ્ચાર્જ થયા છે. 9,955 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 1, જામનગર કોર્પોરેશનમાં 1, અને વડોદરા કોર્પોરેશનમાં 1 દર્દીનું મોત થયું છે.

આ ઉપરાંત સુરતમાં 2, ભરૂચમાં 1, રાજકોટમાં 1, અમરેલીમાં 1, અને જામનગરમાં 1 દર્દીનું મોત થયું છે. આ સાથે રાજ્ય(Gujarat Corona update)માં કુલ 11 દર્દીઓના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે, 18 થી 44 વર્ષની વય જુથના યુવાનોના વેક્સીનેશનમાં ગુજરાત નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી રહ્યું છે. અત્યાર સુધીમાં 28,73,243 લોકોએ કોવિડ વેક્સીન લઈ લીધી છે. આજે એક જ દિવસમાં 2,58,797 યુવાનોએ વેક્સીન લીધી છે.

આ પણ વાંચો….મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં સિનેમા ઘરો- મલ્ટીપ્લેક્ષ અને જીમ્નેશીયમ(multiplexes & gym)ને રાહત આપતો કર્યો મહત્વનો નિર્ણય- વાંચો વિગત

ADVT Dental Titanium