ગુજરાત કોવિડ 19 અપડેટઃ રાજ્યમાં નવા 353 કેસો નોંધાયા, 1 દર્દીનું મૃત્યુ થયું- સતત કેસોમાં ઘટાડો નોંધાયો

Coronavirus SARS CoV 2 de CDC en Unsplash

ગાંધીનગર, 28 જાન્યુઆરીઃ ગુજરાતમાં જીવલેણ કોરોના વાયરસનું રસીકરણ શરૃ થયા બાદ હવે કોરોનાના કેસો હવે ધીમે-ધીમે ઘટી રહ્યા છે. આજે કોરોનાનાં નવાં ૩૫૩ કેસો સામે એક દર્દીનું મૃત્યુ નોંધાયું છે. આજે સૌથી વધુ અમદાવાદમાં ૭૫ કેસો સામે ૧૪૦ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હજુ પણ કુલ ૩૯૭૬ દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યા છે. જ્યારે બીજી તરફ કોરોના વાયરસના કહેરમાં વધારો થયો છે.

આજે અમદાવાદમાં ૭૫, વડોદરામાં ૭૫, રાજકોટમાં ૬૪, સુરતમાં ૪૭, પંચમહાલમાં ૯, સાબરકાંઠામાં ૯, ગાંધીનગરમાં ૯, જૂનાગઢમાં ૭, મોરબીમાં ૬, ભરૃચમાં ૫, જામનગરમાં પ, નર્મદામાં ૫ અને કચ્છમાં ૫ કેસ નોંધાયા છે. આ સિવાયના તમામ જિલ્લાઓમાં પાંચથી ઓછાં કેસો નોંધાયા છે. આજે ડાંગ અને બનાસકાંઠામાં એકપણ કેસ નોંધાયો નથી.

Whatsapp Join Banner Guj

અમદાવાદ ખાતે એક મૃત્યુ નોંધાયું છે. આ સિવાય કોઇ જિલ્લામાં મૃત્યુ નોંધાયું નથી, અત્યારે ગુજરાતનો કુલ મૃત્યુઆંક ૪૩૮૨ થયો છે. અત્યારે ૩૯૭૬ કેસ એક્ટિવ છે, જે પૈકી ૪૩ વેન્ટિલેટર પર અને ૩૯૩૩ દર્દીઓ સ્ટેબલ છે. નવાં ૩૫૩ કેસો સામે આજે ૪૬૨ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને ડિસ્ચાર્જનો કુલ આંક ૨,૫૧,૮૬૨ પર પહોંચ્યો છે. આજદિન સુધીમાં ગુજરાતમાં કુ ૩૭૮૭ વ્યક્તિઓને રસી આપવામાં આવી છે અન કોઇપણ વ્યક્તિમાં રસીની આડઅસર જોવા મળી નથી.

આ પણ વાંચો…

હજી રાજ્યભરમાં આગામી 3 દિવસ વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગે કરી આગાહી