Biporjoy Cyclone

Gujarat cyclone Update: ગુજરાતમાં બિપરજોય ચક્રવાત નું સંકટ, જારી થઈ આ ચેતાવણી

Gujarat cyclone Update: વાવાઝોડાને કારણે રાજ્યમાં ચોમાસાના પ્રવેશને અસર થવાની ધારણા

અમદાવાદ, 07 જૂનઃ Gujarat cyclone Update: ગુજરાતમાં ચક્રવાત બિપરજોયનું જોર વધ્યું છે. જેના કારણે રાજ્યના તમામ બંદરો પર બે નંબરના સિગ્નલ લગાવવામાં આવ્યા છે. સાથે જ પોરંબદર બંદર પર નંબર સિગ્નલ લગાવવામાં આવ્યું છે. વાવાઝોડું ચાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ વાવાઝોડું પોરબંદરથી લગભગ 1000 કિલોમીટર દૂર દરિયામાં છે. આ વાવાઝોડાને કારણે રાજ્યમાં ચોમાસાના પ્રવેશને અસર થવાની ધારણા છે.

અરબી સમુદ્રમાં લો-ડિપ્રેશનના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના તમામ બંદરો પર બે નંબરના સિગ્નલ લગાવવામાં આવ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બેડીબંદરગાહ, નવાબંદરગાહ, રોજીબંદર, સિક્કા, ઓખા બંદર, સલાયા બંદર વાડીનાર, પોરબંદર જિલ્લામાં નવીબંદર સહિતના બંદરો પર બે નંબરના સિગ્નલ લગાવવામાં આવ્યા છે.

સાથે જ માછીમારોને દરિયામાં જવાની મનાઈ ફરમાવવામાં આવી છે. બીચના તમામ વિસ્તારોમાં લોકો માટે ચેતવણી પણ જારી કરવામાં આવી છે. વિભાગના જણાવ્યા અનુસાર 8મી જૂને મજબૂત ચક્રવાતી તોફાન આવવાની સંભાવના છે. પ્રશાસને અરબી સમુદ્રમાં બિપરજોય વાવાઝોડાની સંભાવનાને લઈને એલર્ટ જાહેર કર્યું છે.

અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા

ચક્રવાતી વાવાઝોડાને કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદની સંભાવના છે. ભારે વરસાદની સંભાવનાને લઈને સુરક્ષા ટીમોને પણ એલર્ટ કરી દેવામાં આવી છે. વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર-પશ્ચિમ તરફ ડિપ્રેશનની રચનાને કારણે વાવાઝોડું આગળ વધી રહ્યું છે. મહારાષ્ટ્ર અને ગુજરાતના ઘણા જિલ્લાઓને તેની અસર થઈ શકે છે.

આ પણ વાંચો… Surat Millet Fair: સ્વસ્થ દેશ તરફ કેન્દ્ર સરકારની પહેલ: ‘સુરત મિલેટ મેળો’

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો