Gyasuddin

Gujarat election 2022: કોંગ્રેસની ‘બદામ’ થિયરી, સરકાર બનતાની સાથે જ એક OBC સમાજમાંથી CM અને ત્રણ ડેપ્યુટી સીએમ

Gujarat election 2022: મુસ્લિમ સમાજના કદ્દાવર નેતા ગ્યાસુદ્દીન શેખ બનશે ડેપ્યુટી સીએમ…!

અમદાવાદ, 04 ડીસેમ્બર: Gujarat election 2022: ગુજરાત ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન થવાનું બાકી છે. દરમિયાન કોંગ્રેસે મોટો દાવ રમ્યો છે. જેમાં ઓબીસી સમુદાયમાંથી સીએમ અને ત્રણ ડેપ્યુટી સીએમ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. ડેપ્યુટી સીએમ એસસી, એસટી અને લઘુમતી સમુદાયમાંથી હશે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે કોંગ્રેસની સરકાર બન્યા બાદ મુસ્લિમ સમુદાયના કદ્દાવર નેતા અને દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવશે. બીજી તરફ એસસીમાંથી જીગ્નેશ મેવાણી અને એસટીના એક નેતાને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટી અને AIMIM માત્ર મુસ્લિમ સમુદાયને ગેરમાર્ગે દોરીને મતોના ધ્રુવીકરણમાં વ્યસ્ત છે.

અનંત પટેલ CM બને તો પેટમાં તેલ કેમ રેડાય છે?

આ ઉપરાંત આદિવાસી ધારાસભ્ય અનંત પટેલ અંગે જણાવ્યું કે, જો અનંત પટેલ CM બને તો પેટમાં તેલ કેમ રેડાય છે? એટલું જ નહીં, જગદીશ ઠાકોરે કહ્યું કે, મીડિયામાં આવ્યું તે ભગવાન સાચુ કરે તેવું લાગે છે. BDAM થિયરી પર દાવ રમી રહેલી કોંગ્રેસના પ્રમુખના નિવેદનથી ફરી રાજકારણ ગરમાયું છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં OBC મતદારો નિર્ણાયક છે, ત્યારે શું જગદીશ ઠાકોરનો ઈશારો OBC મુખ્યમંત્રી તરફ છે, તેવું પણ ચર્ચામાં છે.

આ વખતે કોંગ્રેસની રણનીતિ

અગાઉ પહેલા તબક્કાના મતદાન બાદ અને બીજા તબક્કાનું મતદાન યોજાય તે પહેલા કોંગ્રેસ વિશેના અહેવાલ વહેતા થયા હતા, જે પ્રમાણે કોંગ્રેસ OBC ચહેરાને મુખ્યમંત્રી બની શકે તથા ત્રણ નાયબ મુખ્યમંત્રી કોંગ્રેસ બનાવશે, નાયબ મુખ્યમંત્રીઓમાં SC, ST અને અલ્પ સંખ્યક સમુદાયનો સમાવેશ થઈ શકે, તેવા અહેવાલો વહેતા થયા હતા, જેના પર ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે પ્રતિક્રિયા આપી છે. જોકે, 2017માં કોંગ્રેસે પાટીદાર અનામત આંદોલનના નેતાઓ પર આધાર રાખ્યો હતો. પરંતુ આ વખતે કોંગ્રેસની રણનીતિમાં પાટીદાર સમાજ નથી જોવા મળતો.

93 વિધાનસભા બેઠકો માટે 5 ડિસેમ્બરે મતદાન

ગુજરાતમાં બીજા તબક્કામાં 14 જિલ્લાની કુલ 93 વિધાનસભા બેઠકો માટે 5 ડિસેમ્બરે મતદાન થશે. સોમવારે સવારે 5 વાગ્યાથી મતદાન શરૂ થશે, જ્યારે શનિવારે સાંજે પાંચ વાગ્યા પછી જાહેરમાં પ્રચાર, સભા અને રેલી કે રોડ શો કરી શકાશે નહીં. આ સાથે જ પ્રચારના છેલ્લા દિવસે રાજકીય પાર્ટીઓ દ્વારા છેલ્લા ઘડીના પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: Tampering with EVM seals: ઇવીએમ સ્ટ્રોંગ રૂમ ની સુરક્ષા સાથે ચેડાં થયાની અફવાથી ગેરમાર્ગે દોરાવું નહીં : કલેક્ટર

Gujarati banner 01