Danta congress candidate

Gujarat election 2022: કાંતિભાઈ ખરાડીએ અંબાજી ખાતે ચૂંટણીલક્ષી કામગીરી માટે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો દીપ પ્રગટાવી શુભારંભ કરાયો

Gujarat election 2022: આ પ્રસંગે કેટલાક લોકો કોંગ્રેસમાં જોડાતા તેમને ખેસ તેમજ ફુલહાર પહેરાવી સ્વાગત પણ કરાવ્યું

અંબાજી, 25 નવેમ્બર: Gujarat election 2022: વિધાનસભાની ચૂંટણી ને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે દાંતા વિધાનસભા બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર કાંતિભાઈ ખરાડીએ યાત્રાધામ અંબાજી ખાતે ચૂંટણીલક્ષી કામગીરી માટે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય નો દીપ પ્રગટાવી શુભારંભ કરાયો છે.

Ambaji 2

ચૂંટણી કાર્યાલયમાં મહત્તમ આસપાસના વિસ્તારોમાંથી આવતા કાર્યકર્તાઓ પોતાની ચર્ચા વિચારણા સાથે કામગીરી ની આપલે કરી શકે સાથે મતદારો પણ કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી શકે તેવા હેતુસર કાર્યાલય ને જિલ્લા પંચાયત ના પ્રમુખ વલકીબેન ની ઉપસ્થિતિ માં મોટી સંખ્યામાં લોકોની વચ્ચે આ કાર્યાલય ને ખુલ્લું મુકાયું હતું.

સાથે આ વિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર કાંતિભાઈ ખરાડી એ ઉપસ્થિત લોકો ને મતદારો ને પડતર પ્રશ્નો ઉકેલવા ખાતરી આપી હતી. આ પ્રસંગે કેટલાક લોકો કોંગ્રેસ માં જોડાતા તેમને ખેસ તેમજ ફુલહાર પહેરાવી સ્વાગત પણ કરાવ્યું હતું. સાથે આ વખતે ચૂંટણીમાં કોંગ્રેસ 125 ઉપરાંત સીટો મેળવી પોતાની સરકાર બનાવશે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.

જોકે છેલ્લા બે વખતથી સતત દાંતા વિસ્તારમાં કોંગ્રેસની ટિકિટ ઉપર વિજય બનતા કાંતિભાઈ ખરાડીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે આ વિસ્તારમાં પુરી ગ્રાંટો વપરાતી નથી ને મળતીયાઓના વિસ્તારમાં ગ્રાન્ટ ને ડાઇવર્ડ કરી દેવામાં આવે છે ને હજી આદિવાસી વિસ્તાર ના મોટા સ્થાને પ્રશ્નો યથાસ્થાને પડેલા છે તેવા ભાજપ ઉપર પ્રહાર કર્યા હતા.

આ પણ વાંચો: Ahmedabad-okha weekly special train: અમદાવાદ-ઓખા સાપ્તાહિક વિશેષ ટ્રેનના ફેરા લંબાવવામાં આવ્યા, વાંચો…

Gujarati banner 01