Gujarat jio true 5G services: ગુજરાતના તમામ 33 જિલ્લામાં આજથી થઈ 5Gની શરૂઆત, જાણો કોણ મેળવી શકે છે લાભ…

Gujarat jio true 5G services: આ ટેક્નોલોજી દ્વારા લાખો વિદ્યાર્થીઓ ડિજિટલ માધ્યમથી ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી શકશે

ગાંધીનગર, 25 નવેમ્બર: Gujarat jio true 5G services: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં દેશમાં 5G સેવા શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ અંતર્ગત આજથી ગુજરાતના તમામ 33 જિલ્લામાં 5Gની શરૂઆત થઈ ગઈ છે. આ ટેક્નોલોજી દ્વારા લાખો વિદ્યાર્થીઓ ડિજિટલ માધ્યમથી ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી શકશે.

તેમજ, Jio TRU મેળવનાર ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. આજથી એટલે કે 25 નવેમ્બરથી ગુજરાતના તમામ 33 જિલ્લામાં 5Gની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે.

તેમણે ટ્વીટ કર્યું કે ગુજરાત તેના 33 જિલ્લાઓમાંથી 100%માં #True-5G પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય રાજ્ય બન્યું છે. Jio શિક્ષણ, આરોગ્યસંભાળ, કૃષિ, ઉદ્યોગ 4.0 અને IoT ક્ષેત્રોમાં #True-5G સંચાલિત પહેલોની શ્રેણી શરૂ કરશે.

યુઝર્સને મળશે આ સુવિધાઓ…

રિલાયન્સ માટે ગુજરાત વિશેષ સ્થાન ધરાવે છે. ત્યારે ગુજરાતના 33 જિલ્લામાં 5G સેવા શરૂ થવાથી ગ્રાહકોને ઘણો ફાયદો થશે. ‘Jio વેલકમ ઑફર’ સાથે, વપરાશકર્તાઓને 1Gbps+ સ્પીડ સાથે અમર્યાદિત 5G ડેટા મળશે.

નવું શું હશે?

એવું નથી કે તમને ફાસ્ટ ઈન્ટરનેટ માત્ર 5G નેટવર્ક પર જ મળશે. આ સેવાની માત્ર શરૂઆત છે. તમને 5G નેટવર્ક પર હાઇ સ્પીડ ઇન્ટરનેટ અને વધુ સારી ટેલિકોમ સેવાઓ અને કોલ કનેક્ટિવિટી મળશે. એટલે કે, હાઇ સ્પીડ ડેટા સિવાય, તમને નવા નેટવર્ક પર સારા કૉલ્સ અને કનેક્ટિવિટી મળશે. એકંદરે તમને આ નેટવર્ક પર સારો ટેલિકોમ અનુભવ હશે.

કોણ મેળવી શકે છે લાભ?

5G નો ઉપયોગ કરવા માટે તમારે નવા સિમ કાર્ડની જરૂર નથી. તમે તમારા જૂના સિમ પર જ નવી સેવાનો ઉપયોગ કરી શકશો. જો કે, આ માટે તમારા ફોનમાં 5G સપોર્ટ હોવો જરૂરી છે. 5G સપોર્ટ સિવાય, તે બેન્ડ્સ હોવા પણ જરૂરી છે જેના પર સેવા ઉપલબ્ધ હશે.

આ પણ વાંચો: Gujarat election 2022: કાંતિભાઈ ખરાડીએ અંબાજી ખાતે ચૂંટણીલક્ષી કામગીરી માટે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો દીપ પ્રગટાવી શુભારંભ કરાયો

Gujarati banner 01