Gujarat first solar power milk plant: ગુજરાતનો પ્રથમ સોલાર પાવર સંચાલિત દૂધ પ્લાન્ટ કચ્છમાં થયો તૈયાર

Gujarat first solar power milk plant: રાજ્યનો પ્રથમ સોલાર સંચાલિત મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ છે, જેનું રૂપિયા 190 કરોડથી વધુના ખર્ચે નિર્માણ થયું છે

કચ્છ, 24 ઓગષ્ટઃ Gujarat first solar power milk plant: ગુજરાતના સૌથી મોટા જિલ્લા એવા કચ્છની આ છે સરહદ ડેરી… આ ડેરીમાં સૌપ્રથમવાર ગુજરાતમાં સોલાર પાવર સંચાલિત મિલ્ક પ્રોસેસિંગ અને પેકેજીંગ પ્લાન્ટનું ઉદઘાટન વડાપ્રધાનના હસ્તે થશે. અંજાર તાલુકાના ચાંદ્રાણી ખાતે નિર્માણ પામેલા આ પ્લાન્ટની વિશેષતા પર નજર કરીએ તો…

રાજ્યનો પ્રથમ સોલાર સંચાલિત મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ છે, જેનું રૂપિયા 190 કરોડથી વધુના ખર્ચે નિર્માણ થયું છે. જેની વીજ ઉત્પાદન ક્ષમતા 3 મેગાવોટ છે અને તે 6 લાખ લીટર સુધી દુધની પ્રોસેસિંગ ક્ષમતા ધરાવે છે. સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલ આ પ્રોજેક્ટ વિશે વધુ પ્રકાશ પાડે છે.

આ પણ વાંચોઃ Big B tests Covid positive: અમિતાભ બચ્ચને પોતે કોરોના સંક્રમિત હોવાની જાણકારી ટ્વીટ કરીને આપી

હાલ આ ડેરી દ્વારા 700થી વધુ મંડળીઓ પાસેથી દૈનિક ધોરણે 5 લાખ લિટરથી વધુ દુધનું પ્રોસેસિંગ અને પેકેજીંગ કરવામાં આવે છે. જેના કારણે 55 હજારથી વધુ પશુપાલકોને લાભ થઈ રહ્યો છે. આજથી એક દાયકા પહેલા શરૂ થયેલી સરહદ ડેરી આજે વિકાસના અનેક સોપાનો સર કરી રહી છે. ડેરીની વિકાસયાત્રા વિશેના સંસ્મરણો ડેરીના ચેરમેન વલમજીભાઈ વાગોળે છે.

ગુજરાતની વિકાસયાત્રામાં શ્વેત ક્રાંતિનું અનેરું મહત્વ છે. હવે કચ્છમાં ”સરહદ ડેરી” સોલાર પાવર પ્લાન્ટ થકી આ વિકાસયાત્રામાં નવું પરિમાણ ઉમેરી રહી છે. ત્યારે આ પરિમાણ સરહદે સમૃદ્ધિના નવા દ્વાર ખોલશે, તે નિશ્ચિત છે.

આ પણ વાંચોઃ Tomato flu government guideline: ઝડપથી વધી રહ્યાં છે ટામેટા ફ્લુના કેસ, કેન્દ્રએ જાહેર કરી ગાઇડલાઇન

Gujarati banner 01