CBI raid RJD MLA

CBI raid RJD MLA: બિહારમાં RJDના ચાર નેતાનાં ઘરે CBIના દરોડા, લાલુ પ્રસાદ યાદવની દીકરી ગુસ્સે થઇ- વાંચો વિગત

CBI raid RJD MLA: લાલુ પ્રસાદ યાદવની દીકરી રોહિણી આચાર્યએ CBIની કાર્યવાહી પર ભાજપનું નામ લીધા વગર કહ્યું-આ બળાત્કારી પાર્ટી છે

નવી દિલ્હી, 24 ઓગષ્ટઃCBI raid RJD MLA: CBI અને EDની ટીમે આજે બુધવારે વહેલી સવારથી બિહારમાં ધામા નાંખ્યાં છે. CBIની અલગ અલગ ટીમે બિહારમાં RJDના ચાર નેતાઓના ઘરે દરોડા પાડ્યા છે. આ સમગ્ર મામલો જમીનના બદલામાં રેલવેમાં ભરતી સાથે જોડાયેલો છે. RJDના કોષાધ્યક્ષ અને MLC સુનીલ સિંહ, પૂર્વ MLC સુબોધ રોય, રાજ્યસભા સાંસદ ફૈયાઝ અહમદ અને રાજ્યસભાના સાંસદ અશફાક કરીમના ઘરે CBIની ટીમ કાર્યવાહી કરી રહી છે. ગુરૂગ્રામમાં તેજસ્વી યાદવના મોલમાં પણ તપાસ ચાલી રહી છે.

આ તરફ ખનનના ગોટાળામાં દિલ્હી, ઝારખંડ અને તામિલનાડુ સહિત દેશમાં 17 સ્થળે ED કાર્યવાહી થઈ રહી છે. EDએ ખનન કૌભાંડમાં કડક પગલાં લીધાં છે. ઝારખંડમાં રાંચી, દિલ્હી અને તમિલનાડુમાં 17 સ્થળોએ EDના દરોડા ચાલી રહ્યા છે. ઝારખંડના CM હેમંત સોરેનના નજીક મનાતા પ્રેમ પ્રકાશના રાંચી સ્થિત નિવાસ સ્થાનો પર EDની તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચોઃ Gujarat first solar power milk plant: ગુજરાતનો પ્રથમ સોલાર પાવર સંચાલિત દૂધ પ્લાન્ટ કચ્છમાં થયો તૈયાર

લાલુ પ્રસાદ યાદવની દીકરી રોહિણી આચાર્યએ CBIની કાર્યવાહી પર ભાજપનું નામ લીધા વગર કહ્યું-આ બળાત્કારી પાર્ટી છે. ફ્લોર ટેસ્ટ પહેલાં જ નિમ્નકક્ષાએ આવી ગઈ છે. તેમણે પોતાના પાળતૂ જાનવરને ડરાવવા માટે મોકલ્યા છે. રાજદે કહ્યું કે બિહારમાં ફ્લોર ટેસ્ટ પહેલાં જ કેન્દ્ર સરકાર જાણીજોઈને દરોડા પડાવી રહી છે. આ બધું ભાજપના ઈશારે થઈ રહ્યું છે. હમ બિહારી હૈ, ટિકાઉ હૈ, બિકાઉ નહીં…

CBIએ ત્રણ મહિના પહેલાં FIR નોંધી હતી
CBIએ ત્રણ મહિના પહેલાં કેસ દાખલ કર્યો હતો. એ પછી રાબડીદેવીના ઘરે દરોડા પાડવામાં આવ્યા. આ દરોડામાં તેજસ્વી યાદવના રૂમમાંથી અનેક દસ્તાવેજો મળી આવ્યા હોવાની વાત છે. આ દરોડા પછી જ લાલુ યાદવની સૌથી નજીકના મનાતા ભોલા યાદવને ઝડપી લેવામાં આવ્યો હતો. ભોલા યાદવની પૂછપરછ પછી જ સીબીઆઈની આ કાર્યવાહી શરૂ કરાઈ છે.

ઝારખંડ: CM સોરેનના નજીકના મનાતા પર CBIના દરોડા

ઝારખંડના ખનન કૌભાંડમાં EDના મુખ્યમંત્રી હેમંત સોરેનના નજીકના મનાતા પ્રેમ પ્રકાશના રાંચી સ્થિત નિવાસ સ્થાનોએ દરોડા પાડ્યા. આ કૌભાંડમાં જ EDએ દિલ્હી થોડા દિવસો પહેલાં પૂછપરછ કરી હતી અને પછી તેને છોડી મૂક્યા હતા.

આ પણ વાંચોઃ Big B tests Covid positive: અમિતાભ બચ્ચને પોતે કોરોના સંક્રમિત હોવાની જાણકારી ટ્વીટ કરીને આપી

Gujarati banner 01