Gujarat Government new Guideline: 4 મહાનગરોમાં 1 ફેબ્રુઆરીથી રાત્રે 11થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ રહેશે

ગાંધીનગર, 30 જાન્યુઆરીઃ ગુજરાત (Gujarat) સહિત દેશમાં કોવિડ-19 (covid 19) સંક્રમણને રોકવા અંગેની ભારત સરકારના ગૃહ મંત્રાલયે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના નિર્દેશો મુજબ તા.૨૭ જાન્યુઆરીના બહાર પાડેલી માર્ગદર્શિકા(Guideline) નું ગુજરાતમાં પણ ચુસ્તપણે પાલન તા. ૧ લી ફેબ્રુઆરીથી તા.૨૮ ફેબ્રુઆરી-૨૦૨૧ સુધી કરવાનું રાજ્ય સરકાર(Gujarat Government new Guideline) દ્વારા નિયત કરવામાં આવ્યું છે.

IMG 20200318 WA0005 edited

ગૃહના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે રાજ્ય સરકારના આ નિર્ણયની જાહેરાત કરી હતી.
તેમણે સ્પષ્ટ પણે કહ્યું કે, રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ વડોદરા રાજકોટ અને સુરતમાં આગામી તા.૧૫ ફેબ્રુઆરી સુધી રાત્રિ કરફ્યુ નો અમલ રાત્રે ૧૧ થી સવારના ૬ વાગ્યા સુધી કરવાનો રહેશે. રાજ્યના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે કહ્યું કે છેલ્લા ચાર મહિનાથી સમગ્ર દેશમાં કોવિડ-19ના એક્ટિવ કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. એટલું જ નહીં ગુજરાતમાં તો રાજ્ય સરકારના સઘન આરોગ્યલક્ષી પગલાં અને લોકોના સક્રિય સહયોગથી કોરોના સંક્રમણનો વ્યાપ મહદ અંશે ઘટાડી શકાયો છે. રાજ્યમાં પેશન્ટ રિકવરી રેટ ૯૬.૯૪ સુધી લઇ જવામાં સફળતા મળેલી છે.

પંકજકુમારે સ્પષ્ટપણે જણાવ્યું કે, આમ છતાં, covid-19 સંક્રમણને રોકવા અને સંપૂર્ણપણે નાબૂદ કરવા સાવચેતી, સતકર્તા તેમજ નિયત કન્ટેન્મેન્ટ સ્ટ્રેટેજીનં પાલન આવશ્યક છે. તદ્દનુસાર, કોરોના સંદર્ભે યોગ્ય નિયમોના પાલનની યોગ્ય વર્તણુક, સર્વેલન્સ અને કન્ટેનમેન્ટ તેમજ નિયત SOPના ચુસ્તપણે પાલન એમ ત્રણ મુખ્ય બાબતો પર વિશેષ ભાર મૂકી તેનો વ્યાપક અમલ કરાવવાના હેતુસર ગૃહ વિભાગે એક જાહેરનામું-નોટિફિકેશન બહાર પાડ્યું છે એમ અધિક મુખ્ય સચિવ પંકજકુમારે કહ્યું હતું.

Whatsapp Join Banner Guj

ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવએ આ અંગેની વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું કે જિલ્લા સત્તાધિકારીઓ-સ્થાનિક સત્તાધિકારીઓએ કોવિડ-19 અંગે યોગ્ય વર્તુણકને ઉત્તેજન આપવા તેમ જ લોકો ચહેરાને યોગ્ય રીતે ઢાંકી રાખે, વારંવાર હાથ ધોવે અને સ્વચ્છ રાખે તેમજ સોશિયલ ડિસ્ટંસિંગનું પાલન કરે તે સુનિશ્ચિત કરવાના તમામ પગલાં લેવાના રહેશે. નેશનલ ડાયરેકટીવ્ઝ ફોર કોંવિંડ-19 મેનેજમેન્ટનું સમગ્ર રાજ્યમાં ચુસ્તપણે પાલન પણ કરવાનું રહેશે.
સર્વે લન્સ અને કન્ટેનમેન્ટ અંગે તેમણે કહ્યું કે જિલ્લા સત્તાધિકારીઓ, સ્થાનિક સત્તાધિકારીઓએ જરૂરિયાત જણાયે કેન્દ્ર અને રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની વખતો-વખતની ગાઈડલાઈન ધ્યાનમાં લઈને કાળજીપૂર્વક કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવાના રહેશે.

આવા કન્ટેન્મેન્ટ ઝોન જાહેર થયેલા વિસ્તારોમાં જિલ્લા સત્તાધિકારી, પોલીસ તથા સ્થાનિક સત્તામંડળોએ નિયત કન્ટેનમેન્ટ મેઝર્સનું ચુસ્તપણે સમગ્રતયા પાલન કરાવવાનું રહેશે.
ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રીએ નિયત SOPના ચુસ્તપણે પાલન માટે નિર્ધારીત કરવામાં આવેલા દિશાનિર્દેશોની પણ વિશદ ભૂમિકા આપી હતી. આ સંદર્ભમાં પંકજકુમારે કહ્યું કે રાજ્યમાં કન્ટેન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં તમામ પ્રવૃત્તિઓ પૂર્વવત ચાલુ રાખી શકાશે. પરંતુ કેટલીક પ્રવૃત્તિઓ સંદર્ભે નિયત કરાયેલી SOPનું ચુસ્તપણે પાલન કરવું પડશે.

આ પણ વાંચો….

આતુરતાનો આવ્યો અંત KGF Chapter 2 રીલિઝ ડેટ થઇ જાહેર: આ દિવસે મોટા પડદા પર વાપસી કરશે ‘Rocky’