rainfall 2

Gujarat Rain: ગુજરાતમાં વરસાદી માહોલ, લોકોને ગરમીથી મળી રાહત

Gujarat Rain: આજ સવારથી જ અમદાવાદના અનેક વિસ્તારોમાં ઘોઘમાર વરસાદ વરસી રહ્યો છે

અમદાવાદ, 29 જૂનઃ Gujarat Rain: ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. અનેક જિલ્લાઓમાં મુશળધાર વરસાદના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. આજ સવારથી જ અમદાવાદના અનેક વિસ્તારોમાં ઘોઘમાર વરસાદ વરસી રહ્યો છે. સરદારનગર, નરોડા સહિતના વિસ્તારોમાં વરસાદથી પાણી ભરાઈ ગયું છે. વરસાદના કારણે વાતાવરણ ખુશનુમા બની ગયું છે. લોકોને ગરમીથી રાહત મળી છે.

હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, નવસારી, વલસાડ, દમણ સહિતના વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરી છે.

બીજી તરફ ભારે વરસાદને પગલે દક્ષિણ ગુજરાતમાં NDRFની ટીમ મોકલવામાં આવશે તેમજ ગીર સોમનાથ અને દિવમાં અતિ ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. ભારે વરસાદની ચેતવણીને પગલે માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

દિલ્હી-NCRમાં ભારે વરસાદ

ગુરુવારે સવારે દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદની શરૂઆત થઈ. સવારે વરસાદના કારણે વાતાવરણ ખુશનુમા બની ગયું હતું. રાજધાનીના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા.

મહારાષ્ટ્રમાં ભારે વરસાદની ચેતવણી

આ સાથે જ હવામાન વિભાગે મહારાષ્ટ્રના છ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગ (IMD) એ કહ્યું કે ગુરુવારે ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ થશે.

હિમાચલમાં વરસાદને કારણે ઘણા રસ્તાઓ બંધ

હિમાચલ પ્રદેશના ભાગોમાં બુધવારે વરસાદ ચાલુ રહ્યો હતો, જેના કારણે ભૂસ્ખલન થયું હતું અને રાજ્યભરમાં 100 થી વધુ રસ્તાઓ અવરોધિત થયા હતા.

આ પણ વાંચો… Devshayni Ekadashi: દેવશયની એકાદશીથી ચાતુર્માસનો પ્રારંભ; જાણો ચાતુર્માસ વિશે વૈભવી જોશીના લેખમાં…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો